આગામી 48 કલાકમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, દરિયા કાંઠાના વિસ્તારોમાં ભેજ સાથે ગરમ હવા ફૂંકાશે.
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
છેલ્લા પાંચ દિવસથી ગરમીમાં શેકાતા લોકોને શુક્રવારે રાહતનો અનુભવ થયો હતો.શહેરમા શુક્રવારે મહત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રી તાપમાન ઘટતા શહેરમાં મહત્તમ તાપમાન 36.8ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સાથે જ પવનની ગતિ 8 કિ.મી. ની રહેતા લોકોને ગરમીથી રાહત જણાઇ હતી.
સમગ્ર દેશમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં શુક્રવારે અચાનક પલટો જોવા મળ્યો હતો.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રોસ થઇ રહ્યું હોવાથી પવનની દિશા બદલાઈ છે જેના કારણે શુક્રવાર થી રવિવાર દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે. શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રી નો ઘટાડો નોંધાતાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેના કારણે છેલ્લા પાંચ દિવસથી આકરી ગરમીથી પરેશાન શહેરીજનોને રાહતનો અનુભવ થયો હતો હજી આગામી 48 કલાકમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. જો કે પવનની ગતિ 8 પ્રતિ કિલોમીટર ની રહેતા એક તરફ તો લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી પરંતુ બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ વધતાં લોકોને પવન વચ્ચે પણ દિવસ દરમિયાન શરીરે પરસેવો વળ્યો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન દરિયા કાંઠાના વિસ્તારોમાં ભેજ સાથે ગરમ પવન ફૂંકાશે તો કેટલાક ભાગોમાં આંધી, વંટોળ કે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો હતો જેના કારણે રાજકોટ, કચ્છ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે મોરબી, બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું વિતેલા 24 કલાકમાં કંડલા તથા રાજકોટમાં તાપમાન વધ્યું હતું સાથે જ ગાંધીનગર અમદાવાદ ડીસા અને વડોદરામાં તાપમાન 43ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું ત્યારે શુક્રવારે તાપમાનમાં અચાનક બદલાવ આવ્યો હતો જેના કારણે શહેરમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 25.6ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં 25% સુધી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી રવિવાર સુધી વાતાવરણમાં બદલાવ સાથે ગરમીમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યારબાદ ફરીથી એકવાર ગરમીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે.
