તાલુકા સભ્યે કલેક્ટરને આવેદનપત્ર આપી મનરેગા યોજના કામોના તપાસની માંગ કરી
કાલોલ: વેજલપુર ગામે થયેલા મનરેગા યોજના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાલુકા સભ્યે કલેક્ટરને આવેદનપત્ર આપી મનરેગા યોજના કામોની તપાસની માંગ કરી છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે થયેલા મનરેગા યોજના હેઠળના ૨૨ કામોની તપાસ માટે તાલુકા સભ્ય સલીમ કઠીયાએ અધિક કલેક્ટરને રૂબરૂ મળીને લેખિતમાં પુરાવા સહિત આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મનરેગા યોજના હેઠળ થયેલા કામોની તપાસ માટે તા.૧૧/૦૮/૨૦૨૫ના રોજ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ લોકપાલ ગોધરા સમક્ષ ૨૨ કામોના પુરાવા સહિત રજૂઆત કરી હતી. બિલોના રૂપિયા ૬૫,૯૭,૦૦૦, મટીરીયલ સામગ્રી અને ૨૨ કામોના મજૂરીના રૂપિયા,૧૭,૩૮,૮૩૬ ચુકવવામાં આવ્યા છે. તમામ કામો મનરેગા યોજનાના નીતિ નિયમો વિરુદ્ધ કરી મોટા પ્રમાણમાં ગેરરીતી કરી ભ્રષ્ટાચાર કર્યો છે. તાલુકા સભ્ય દ્વારા આ તમામ કામોને લઇને પી.જી.પોર્ટલ ઓનલાઈન અરજી કરાઈ હતી. તે પી.જી પોર્ટલ અરજીના જવાબમાં મનરેગા ના અધિકારીઓ દ્વારા ખોટો અને ઉડાઉ જવાબ આપવા આવ્યો હતો. જે અધિકારીઓ દ્વારા મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર કર્યો હોય તે જ અધિકારીઓ ભ્રષ્ટાચારની તપાસ કરતા હોય ત્યારે કોઈ પણ ગુનો આચરનારને જાતેજ તપાસ સોંપવામાં આવે તો પોતે ગુનો કરેલ છે તેવું ક્યારે પણ જણાવે નહિ.
વધુમાં તાલુકા સભ્ય દ્વારા ૨૫ કામોની જાહેર માહીતી અધિકાર હેઠળ માહિતી મંગાઈ હતી. તેમ છતા હજુ સુધી માહિતી પણ પુરી પાડી નથી. માહિતીની પ્રથમ અપીલ જિલ્લા વિકાસ અધિકારીને કરતા અત્યાર સુધી હજુ પણ અપીલ ચલાવી નથી. જેથી સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે વેજલપુર ગામે મનરેગા યોજના હેઠળ મસમોટો ભ્રષ્ટાચાર થયો છે. અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારી બાબુઓને બચાવવા માટે નાપાક પ્રયાસો કરી રહ્યા છે. વેજલપુર ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી. પણ અમુક ભ્રષ્ટાચારી બાબુઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને માત્ર અમુક જુના મનરેગાના કામો બતાવીને સ્થળ ઉપર કામો થયેલા છે કહી જિલ્લા વિકાસ અધિકારીને ગેરમાર્ગે દોરવાના આવ્યા હતા.
ત્યારે તાલુકા સભ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને તેમને મનરેગા યોજના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેવું કહેતા ddo દ્વારા tdo ને મનરેગા કામો અર્થે એસ્ટીમેન્ટ મુજબ તેમજ વર્ક ઓર્ડર મુજબ અરજદારને સાથે રાખીને રિપોર્ટ કરવા માટે મૌખિક આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં આજ દિન સુધી tdo દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી . પી.જી પોર્ટલ ઉપર કરેલી અરજીના જવાબમાં રોજકામ પંચકયાસ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ડેપ્યુટી સરપંચ તથા સરપંચ તેમજ તલાટી ક્રમ મંત્રી અન્ય લોકોની સહીઓ તેમજ જેતે વિસ્તારમાં તપાસ કરી છે તે વિસ્તારના લોકોની
જવાબમાં રોજકામ પંચકયાસ સહીઓ કરાવી નથી. ૨૨ કામોની જે ફોટાગ્રાફ શંકા ઉપજાવે તેવા છે કામો નથી કર્યા અને અધૂરા કામો તેમજ કામ પૂર્ણ થયેલી જગ્યાએ તકતીઓ પણ મારી નથી.
જેથી અરજદાર ને સાથે રાખીને તમામ કામોની ન્યાયિક તપાસ કરવામાં આવે. જો વહેલી તકે આ ૨૨ કામોની ન્યાયિક તપાસ નહિ કરવામાં આવે આવનાર સમયમાં મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારને લઇને ગાંધી ચિધ્યા માર્ગે ભૂખ હડતાલ ઉપર ઉતરવાની તાલુકા સભ્યે ચીમકી ઉચ્ચારી છે. વેજલપુર ગામના મનરેગા યોજના હેઠળના કામોની તપાસ કરવામાં આવેતો દાહોદવાળી વેજલપુર ખાતે થાય તેમાં નવાઈની વાત નહિ..