Business

વેજલપુરમાં બે માળના ઢાળ ઉપર જર્જરિત મકાન ઉતારતી વખતે અચાનક દીવાલ ધરાશાયી, મહિલાનો બચાવ


કાલોલ :
કાલોલ તાલુકાના વેજલપુર ના સોની ફળિયા ખાતે આવેલા વર્ષો જુના જર્જરીત મકાનની દિવાલ આજ રોજ ઉતારતા હતા. છેલ્લા કેટલાક સમયથી આ મકાનમાં અચાનક તિરાડો અને દિવાલોનો ભાગ બેસી ગયો હતો ત્યારે ઘર માલિક દ્વારા પોતાની અને અન્ય લોકોની સલામતી ને ધ્યાને લઈને આ જર્જરિત મકાન ઉતારવા માટે કામગીરી કરવામાં આવી હતી. આ જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક રોડ સાઈડનો ભાગ ધરાશાયી થતા ત્યાંથી અવર જવર ચાલુ હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક મહિલાનો માંડ માંડ જીવ બચ્યો હતો. આ મકાન ઉતારવાનો કોન્ટ્રાક્ટ રાખનાર દ્વારા કોઈ પણ જાતનો રસ્તો બંધ કર્યા વગર આ જર્જરિત મકાન ઉતારવાનું કામ કરી રહ્યા છે ત્યારે ભરચક અને મેંન અવર જવર કરતા રસ્તા ઉપર કોઈ પણ સેફટી અંગેનું ધ્યાન રાખવામાં આવ્યું નહતું ત્યારે આ પડેલ દીવાલ અંગેનો વિડીઓ હાલ સોસીયલ મીડિયા વાઈરલ થયો છે.

Most Popular

To Top