કાલોલ :
*વેજલપુર ગામે ખેડા ફળિયામાં નજીવી બાબતે ઝગડો થતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં સામ સામે આઠ વ્યક્તિઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ હતી.
કાલોલ તાલુકાના વેજલપુર ગામે ખેડા ફળિયામાં નજીવા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામ સામે તલવાર અને છુટા પથ્થરો વડે મારામારી થતા બન્ને પક્ષકારોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રથમ પોલીસ ફરિયાદ મેમુનાબેન ઇકબાલ પથિયા દ્વારા ચાર ઈસમોના નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. સવારના સાતેક વાગ્યાની આસપાસ તેમના ઘરની બાજુમાં રહેતા સેહઝાદ ઇલયાસ શિવા, સલમાન ઈલયાસ શિવા, ઈલયાસ રઝાક શિવા ,આતેકા ઈલયાસ શિવા તેઓના ઘરે આવીને મરઘીના બચ્ચા ની નજીવી બાબતે આતેકા એકદમ ઉશ્કેરાઇ જઇ જેમફાવે તેમ બોલવા લાગ્યા હતા. તેમનો છોકરો સેહઝાદ હાથમાં તલવાર લઈને આવી તે પણ જેમ તેમ બોલવા લાગ્યો અને એકદમ ઉશ્કેરાઇ જઇને મને માથાના ભાગે ઊંઘી તલવાર મારવા જતા માથાના ભાગે તથા નાકના ભાગે વાગ્યું હતું. તેઓના પતિ ઇકબાલ બચાવવા વચ્ચે પડતા તેમને પણ પગના ભાગે વાગ્યા હતા. ત્યાર બાદ સલમાને પણ તલવારના હાથાના ભાગથી ફરિયાદી અને તેઓના પતિને મુઠ માર મારેલો અને આમ ચાર ઈસમોએ ભેગા મળીને માર માર્યો હતો.
ત્યારે ક્રોસ ફરિયાદ આતેકા ઈલયાસ શિવાએ પણ ચાર નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા મુજબ ઇકબાલ કરીમ પથિયાએ તેના ઘરની પાછળ ઉભા ઉભા કહેતા હતા કે આંબલીના પાન અમારી ઘર બાજુ ઉડીને આવે છે તું તેને કાપી નાખ નહિ તો હું તને જાન થી મારી નાખીશ અને હું જેલ જવા થી ડરતો નથી અને મારો ભાઈ પણ જેલમાં છે જેથી હું તને મારીને જેલમાં જતો રહીશ. એમ કહી મેમુના અને ઇકબાલ બન્ને લોકો તેમના ઘર ઉપર માટીના પથ્થર ફેંકી અને ત્યાર બાદ ઇકબાલ એકદમ ઉશ્કેરાઇ જઇને તેના હાથમાં લોખડની પાઇપ લઈને મારવા આવેલો જે મારવા જતા તેવા તેમના પતિ અને છોકરાઓ આવી જતા અને પાઇપ પકડવા જતા ફરિયાદીને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થઈ અને વધુ મારથી બચાવેલ અને આમ મેમુના અને ઇકબાલ અમોને માં બેન સમાની ગાળો બોલવા લાગ્યા હતા. થોડીવારમાં મેમુનાની બહેન રશીદા અને તેનો પતિ બિલાલ આવી ગયેલા અને તેમને પણ છુટા પથ્થરો મારવા લાગેલા અને આમ ઇકબાલ ભાઈ પથીયાએ તો પોતાની દબંગગીરી દેખાડીને ઉલટાનું કહેતા હતા કે અમોને જાન થી મારી નાખો તો બીજી વાર ઝગડો જ ના થાય ત્યારે આમ બન્ને પક્ષકારોએ નજીવી બાબતે સામ સામે તલવાર અને લોખડની પાઇપો વડે હુમલો કરીને પોતાની દબંગગીરી દેખાડવાનો પ્રયાસ કરીને ક્યાંક ને ક્યાંક ફળિયામાં રોફ જમાવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે બન્ને પક્ષકારો સાંમ સામે નામ જોગ ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી