કાલોલ :
વેજલપુરના વતની મહેન્દ્ર કંચનલાલ સૉની દ્વારા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને તામ્રપત્ર તૈયાર કરેલ જે તાત્કાલિન પંચમહાલ કલેક્ટર એ કે રાકેશને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પહોંચાડવા માટે સુપ્રત કર્યુ હતું. ત્રીજી મે ૧૯૯૯ થી ૨૬ જુલાઈ ૧૯૯૯ દરમ્યાન ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધ થયું હતું, ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા.સામે પક્ષે મોટી ખુવારી થઈ હતી. અંતે ભારતનો વિજય થયો.
કારગીલ વિજય દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને વેજલપુરના મહેન્દ્ર કંચનલાલ સૉનીએ તાંબાની પ્લેટ ઉપર કારગીલ પર્વતની કલ્પના કરીને ટોચ ઉપર ભારતીય સૈન્યના જલ, સ્થળ અને વાયુ સેનાના ત્રણ જવાનો અને હાથમાં બંદુક એ કે ૪૭ અને ત્રિરંગો ધ્વજ લઈને આરીકટીંગથી દર્શાવ્યા છે . એલ્યુમિનિયમ ધાતુનું શાંતિ દૂત કબુતર ચાંચમાં તરણું લઈ દર્શાવ્યું છે. એલ્યુમિનિયમની AK ૪૭માંથી ગોળીને બદલે ગુલાબનું ફૂલ નિકળતું કલ્પ્યું છે. જેના ઉપર”પાવર ઓફ પીસ ફ્લો ફ્રોમ બેરલ ઓફ ગન” એમ સ્લોગન લખ્યું છે, ભારતના લડી રહેલા જવાનો, ઘાયલ થયેલા જવાનોઅને શહીદીને વરેલા જવાનોને સલામી,સહાનુભૂતિ અને શ્રધ્ધાંજલી આપી હતી .યુદ્ધ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ જે ધૈર્ય અને શૌર્ય બતાવ્યું હતું. તે બદલ બિરદાવવા એક ટુંકી કવિતા લખવામાં આવી હતી. ભારતીય પરંપરા હસ્તકલા શૈલીથી સંપૂર્ણ હાથ કારીગરી હસ્તકલા દ્વારા તામ્રપત્ર તૈયાર કર્યું હતું. જે તાત્કાલિન પંચમહાલ કલેક્ટર એ કે રાકેશને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સુધી પહોંચાડવા માટે સુપ્રત કર્યુ હતું. જેથી આજે પણ વેજલપુર ના વતની મહેન્દ્ર કંચનલાલ સૉની દ્વારા દર વર્ષની જેમ ૨૬ જુલાઈ ૨૦૨૫ના રોજ ૨૬ વર્ષ પછી વિજય દિવસની યાદ તાજી કરાવી હતી.