વડોદરા જિલ્લામાં આવેલી તમામ શાળા, કોલેજો, કોચીંગ કલાસ તેમજ અન્ય પ્રવૃત્તિમાં બાળકોને લઈ જતા, ટ્રાન્સપોર્ટેશન કરતા વાહનો જેવા કે “મારૂતી ઈકો વાન”, “રીક્ષા”, “બસ” વિ. ની ફીટનેસ ચકાસવા તેમજ CNG, PNG કે અન્ય ઈધણથી ચાલતા વાહનો ભયજનક ન હોય તેની ચકાસણી કરવા તેમજ તે તમામ વાહનોનો Insurance (વીમો) અને લાઈસન્સની તેમજ વાહન માલીકોનું વેરીફીકેશન તેમજ ઓળખ કરવા તથા શાળા કોલેજ કોચિંગ ક્લાસમાં સેફ્ટીના સાધનો સજાગ રાખવા બાબત આવેદનપત્ર અપાયુ હતુ.
વડોદરા શહેર જિલ્લામાં આવેલી તમામ શાળા, કોલેજ, ઈન્સ્ટીટ્યુટ, કોચીંગ કલાસ તેમજ અન્ય તાલીમ સબંધમાં ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા વાહનોમાં CNG, PNG તેમજ અન્ય જોખમી ઈધણથી વાહનો ચાલતા હોય તો તે તમામ વાહનોમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન થાય તે માટે તમામ વાહનોનું આર.ટી.ઓ. ચેકીંગ, ફીટનેસ સર્ટીફીકેટ તેમજ વાહન માલીકોનું વેરીફીકેશન તેમજ Insurance (વીમો) તથા જે અન્ય સંસ્થા સાથે જોડાયેલ હોય
તેની નોંધણીની ખરાઈ તેમજ માલીકીની ખરાઈ કરવા તેમજ ક્ષમતા કરતા વધુ બાળકો ને બેસાડે તે સબંધમાં સુચના આપવા તકેદારીનાં ભાગરૂપે શાળા-કોલેજોના સત્ર શરૂ થાય તે પહેલા ચકાસણી કરવા તેમજ તેનું મજબુતાઈથી પાલન કરવા તથા શાળા કોલેજ અને કોચિંગ કલાસમાં ફાયર સેફ્ટીના સાધનો સજાગ રાખવા “Vadodara Parents Association” એ આવેદનપત્ર આપી આ વિષયે તાત્કાલીક અસરથી ન્યાયના તેમજ સુરક્ષાના વિશાળ હિતમાં તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવેલ છે.