Vadodara

વૃદ્ધના મકાનમાંથી રૂ. 2.50 લાખના દાગીના કામવાળી બાઈ ચોરી ગઈ

પ્રતિનિધિ, વડોદરા | તા. 28
સોમાતળાવ રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધના મકાનમાં કામ કરતી બાઈ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2.50 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે.
વડોદરા શહેરના સોમાતળાવ રિંગ રોડ પર આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા અશોક પ્રતાપરાવ મકરપુરા ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થઈ ગુજરાન ચલાવે છે. ગત 1 જાન્યુઆરીના રોજ તેમની બાજુમાં રહેતા નીમિતાબેને જણાવ્યું હતું કે ઘરકામ કરવા આવતી છાયાબેન મનોજ બારિયાએ તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈ ગઈ છે.
આ અંગે વૃદ્ધે તેમના મકાનના પ્રથમ માળે બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટની તપાસ કરતા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2.50 લાખની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ 1 જાન્યુઆરીથી કામવાળી છાયાબેન ખારિયા તેમના ઘરે કામ પર આવવાનું બંધ થઈ ગઈ હતી.
આથી વૃદ્ધે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top