વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં શુક્રવારે બે મહત્વના વિકાસલક્ષી નિર્ણય
રૂ.1.40 કરોડના ખર્ચે વુડા ભવનના બીજા માળે ઓફિસો બનાવાશે
વુડા (વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ)ના 75 મીટર પહોળાઈના રીંગરોડની બાકી લંબાઇમાં પશ્ચિમ વિસ્તારમાં મંજૂર થયેલી વિવિધ કામગીરી ઉપરાંત વડોદરા આજવા સ્ટેટ હાઇવેથી વડોદરા ડભોઇ સ્ટેટ હાઇવેને જોડતા રીંગરોડ સહિત પહેલા તબક્કાની કામગીરી પૂરી થઈ છે. હાલ બાકી વધુ કામગીરી શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
ત્યારે બીજા નિર્ણયમાં વુડા ભવનના બીજા માળે આવેલી ઓપન ટેરેસની જગ્યાએ ઓફિસો બનાવવા માટે ઉપયોગ કરીને બીજા માળનું વિસ્તરણ કરવા માટે 1.40 કરોડનો ખર્ચ જીએસટી સાથે કરાશે.
