Charotar

વીરસદમાં ટ્રેક્ટર ટક્કરે બાઇકસવાર વિદ્યાર્થીનું મોત

ટ્રેક્ટર ચાલકે ડિવાઇડર બાજુના કટવાળા રસ્તે અચાનક વાળી દેતાં અકસ્માત સર્જાયો

બોરસદના વીરસદ ગામના ધર્મજ રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરના ચાલકે અચાનક જ ડિવાઇડર બાજુના કટવાળા રસ્તે વાળી લેતાં નજીકથી પસાર થતું બાઇક હટફેટે ચડી ગયું હતું. જેના કારણે તેના પર સવાર યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે વીરસદ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ખંભાતના કાણીસા ગામના સુથાર ફળીયામાં રહેતા જીલ રાજેશકુમાર ભટ્ટ બીસીએમાં અભ્યાસ કરે છે. જ્યારે તેનો મિત્ર નિર્મલકુમાર શૈલેષભાઈ પટેલ ધર્મસી કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. દરમિયાનમાં 3જી માર્ચ,24ના રોજ જીલ તથા તેનો મિત્ર યુગ આશીષકુમાર પારેખ બાઇક લઇ નિકળ્યાં હતાં. સાથોસાથ નિર્મલકુમાર શૈલેષભાઈ પટેલ પણ તેનું બાઇક લઇ સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે કાણીસા ગામેથી ધર્મજ ચોકડી નાસ્તો કરવા ગયાં હતાં. ધર્મજ ચોકડીએ ત્રણેય નાસ્તો કરી સાતેક વાગે કાણીસા જવા નિકળ્યાં હતાં. તે વખતે નિર્મલ તેનું બજાજ નં.જીજે 23 ડીઆર 4474 ચલાવતો હતો. વીરસદ ચોકડી પાસ કરીને આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે વીરસદ ખંભાત રોડ પર ખોડીયારપુરા આગળ આવતા નિર્મલ તેનું બાઇક લઇ જતો હતો અને જીલ તથા યુગ પાછળ બેઠેલાં હતાં.
તે વખતે સામેથી ટ્રેક્ટર ટ્રોલી ચાલક તેનું ટ્રેક્ટર પુરઝડપે તથા ગફલતભરી રીતે હંકારી લાવી એકદમ તેનું ટ્રેક્ટર ડીવાઇડર બાજુના કટવાળા રસ્તે વાળી દેતા ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે નિર્મલના બાઇક સાથે અકસ્માત કરી અથડાવી દીધું હતું. જેના કારણે નિર્મલ ઉછળી રોડ પર પટકાયો હતો. આ અકસ્માત સર્જી દીધા બાદ ટ્રેક્ટર ચાલક ભાગી ગયો હતો. બીજી તરફ જીલ અને આશીષ દોડી આવ્યાં હતાં અને નિર્મલને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે જીલની ફરિયાદ આધારે વિરસદ પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top