સેવાઓમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસો કાનૂની ગુનો ગણાશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.
રાજ્યમાં વીજ પુરવઠો સતત અને અવરોધ રહિત રહે તે હેતુસર ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આવશ્યક સેવા જાળવણી અધિનિયમન હેઠળ વીજ ક્ષેત્રે હડતાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામું વીજ 20 માર્ચ 2026 થી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં વીજ પુરવઠો ખોરવાઈ નહીં અને સામાન્ય જનજીવન ઉદ્યોગો તથા કૃષિ ક્ષેત્ર પર કોઈ અસર ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરમાં વીજ કર્મચારીઓ દ્વારા હડતાળની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે આ પ્રતિબંધ વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓ વીજ ટ્રાન્સમિશન સેવાઓ ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓ તેમજ ઈલેક્ટ્રિકલ પાવર ટ્રેડિંગ અને કો-ઓર્ડીનેશન પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને લાગુ પડશે. જો આ જાહેરનામા મુજબ આવશ્યક સેવા જાળવણી અધિનિયમન એ અમલમાં હોવા દરમિયાન કોઈપણ પ્રકારની હડતાલ કામબંધી અથવા સેવાઓમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસો કાનૂની ગુનો ગણાશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.