Vadodara

વિસર્જન થયેલ દશામાંની મૂર્તિ સાથે મેયરની કેબીન બહાર યુથ કોંગ્રેસના ધરણા…


દસ દિવસ સુધી ભક્તિ ભાવથી શહેરના લોકો દ્વારા દશામાંની પૂજા અર્ચના કરી અને ગતરોજ રાત્રે ભક્તો દ્વારા દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત ત્રણ જ તળાવો વિસર્જન માટે રાખવામાં આવ્યા હતા. જેમાં ગોરવા વિસ્તારમાં આવેલ તળાવ, માંજલપુર વિસ્તારમાં બનાવેલ નાનુ કૃત્રિમ તળાવ અને હરની તળાવ માં બનાવેલ નાના એક કુંડનો સમાવેશ થાય છે. મીડિયા દ્વારા મેયર અને ચેરમેનને ઘણી વખત પ્રશ્નો કરવામાં આવ્યા કે ફક્ત આ ત્રણ તળાવમાં શહેરમાં સ્થાપિત થયેલી બધી જ દશામાની મૂર્તિઓનું વિસર્જન કેવી રીતે થશે? અને તે જ દ્રશ્યો વિસર્જન બાદ શહેરના સૌ નાગરિકોની સામે આવ્યા.

હરણી તળાવ માં બનાવેલ કુંડ અને માંજલપુર વિસ્તારમાં બનાવેલ નાનું કૃત્રિમ તળાવ વિસર્જન માટે આવેલ દશામાંની મૂર્તિઓ માટે નાના સાબિત થયા. ઘણા બધા સામાજિક કાર્યકરો દ્વારા વિસર્જન પહેલા જ વડોદરા મહાનગરપાલિકાના તંત્રનું ધ્યાન દોરવા માટે કોશિશ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આ ગંભીર બાબતને નજર અંદાજ કરવામાં આવી. અને વડોદરા મહાનગરપાલિકા નું દશામાં ની મૂર્તિઓનું વિસર્જન માટેનું આયોજનનો અંદાજ ખોટો પડ્યો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસર્જન થયેલ મૂર્તિઓને કૃત્રિમ તળાવ અને બનાવેલ કુંડમાંથી બહાર કાઢી ફરીથી વિસર્જન માટે લઈ જવાઈ હતી. ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિસર્જન થયેલ મૂર્તિઓને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લાવવામાં આવી હતી અને મેયરની કેબીનની બહાર મૂર્તિ સાથે બેસીને રોષ ઠાલવ્યો હતો.

વડોદરા શહેર યુથ કોંગ્રેસ નાં કાર્યકારી પ્રમુખ હેરી ઓડે મીડિયામાં જણાવ્યું કે દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ જ્યારે ભક્તો મોડી રાત્રે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવ ઉપર પહોંચ્યા હતા ત્યારે તેમને વિસર્જન કરવા માટે ની જગ્યા મળી ન હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસર્જન માટે જે આયોજન કર્યું હતું તે તદ્દન નિષ્ફળ નિવડ્યું હતું અને એનો જ વિરોધ દર્શાવવા માટે આજે તેઓ મેયરની ઓફિસની બહાર મૂર્તિ લઈને આવ્યા છે.

Most Popular

To Top