કપડવંજ,: કપડવંજ જિલ્લા પ્રખંડ નગર ખાતે શ્રી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની સંસ્થાઓનું કાર્યાલય આજરોજ ૨૦, મારુતિનંદન દાણા રોડ ખાતે ઉદઘાટિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દંડી સ્વામી ડાકોર શ્રી વિજયદાસજી મહારાજ તથા શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવના મહંત શ્રી અનિરુદ્ધગીરીજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને તેઓના દ્વારા આશીર્વચન પાડવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય આયોજકો તરીકે દિલીપભાઈ મિસ્ત્રી, મનુભાઈ આર પટેલ, ગોપાલભાઈ કંસારા , આપેશ મહારાજ, ધવલ પટેલ તથા અતુલ શાહ સહિત નગર સેવકો, એપીએમસી તથા આરએસએસ અને સનાતની હિન્દુના અનેક કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.