( પ્રતિનિધી )વડોદરા,તા.9
વિશ્વ આદિવાસી દીવસ નિમિતે શહેરમાં વસવાટ કરતા આદિવાસી સમાજ દ્રારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આદિવાસી લોકનૃત્ય સમગ્ર દેશ વિદેશમાં પણ પ્રચલિત છે. ત્યારે, આયોજિત રેલીમાં આદિવાસી લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે. ભારત દેશમાં તમામ જાતિ તેમજ ધર્મના લોકો વસવાટ કરતા હોય છે. તમામ ધર્મ તેમજ જાતિના લોકો કોઈપણ ભેદભાવ વિના એકતાથી વસવાટ કરે છે. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી દિવસ નિમિતે સમગ્ર દેશમાં વસવાટ કરતા આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

વડોદરા શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આદિવાસી લોક નૃત્ય સમગ્ર દેશ અને વિદેશમાં પણ પ્રચલિત છે. ત્યારે આદિવાસી નૃત્યનો કાર્યક્રમ પણ આ રેલીમાં યોજવામાં આવ્યો હતો.
