Vadodara

વડોદરા:વિશ્વામિત્રી બ્રિજથી અક્ષર ચોક તરફ જતા માર્ગ પર ગંભીર અકસ્માત

જોખમી કટ ના કારણે અનેક વાર અકસ્માતો સર્જાતા હોય છે જેને લઇને સ્થાનિકો એ ડીવાઈડર મૂકવા માંગ કરી

એક તરફ પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નું કામ ચાલુ હોવાથી એક તરફ નો રોડ બંધ હોવાના કારણે લોકો રોંગ સાઇડ પર જવા મજબૂર

વડોદરા વિશ્વામિત્રી બ્રિજથી અક્ષર ચોક તરફ જતા માર્ગ પર આજે સવારે એક ગંભીર અકસ્માત બન્યો છે. મહુધા થી ગજેરા તરફ જતી એસટી બસ, બ્રિજ ઉતરતાં જ ડિવાઇડરના જોખમી કટ પરથી પસાર થતી હતી. સ્થાનિકોના મતે, બ્રિજની બીજી બાજુ સર્વિસ રોડ ગટર લાઇનના કામ માટે બંધ હોવાથી, સ્થાનિક નાગરિકોને રોંગ સાઈડ આવવું પડતું હતું.

આ ઘટનામાં એક્ટિવા ચલાવતા વૃદ્ધને બસ લગભગ 10 ફૂટ ઘસડીને લઈ ગઈ. બસ વૃદ્ધ ઉપર ચડી ગઈ હતી, જેના કારણે વૃદ્ધને માથા, પગ અને પેટમાં ગંભીર ઇજા થઈ છે. મદદ માટે ઝડપથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઇજાગ્રસ્ત વૃદ્ધને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે.

અકસ્માત બાદ ડ્રાયવર બસ છોડી ભાગી ગયો હોવાની જાણકારી છે. સ્થાનિકો હવે આ જોખમી ડિવાઇડરના કટને બંધ કરવા અથવા સ્પીડ બ્રેકર લગાવવા માટે માંગ કરી રહ્યા છે, જેથી આવી ઘટનાઓ ફરીથી ન થાય.

Most Popular

To Top