પ્રોજેક્ટના વિવિધ તબક્કાની કામગીરીનું અવલોકન કરી અધિકારીઓને ગુણવત્તા જાળવવા સૂચના
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટની કામગીરી અનેક મર્યાદાઓ વચ્ચે આગળ વધી રહી છે. આજે મ્યુનિ કમિશનર અરુણ મહેશ બાબુ પ્રોજેક્ટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે મુજમહુડા બ્રિજથી અકોટા સ્મશાન સુધી નદીની ઊંડી, પહોળી અને જંગલ કટિંગ સહિતના કામોનું અવલોકન કર્યું હતું.
પ્રોજેક્ટ અંતર્ગત નદીની સફાઈ, તટની મજબૂતી અને આસપાસના વિસ્તારમાં હરિયાળી વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કમિશનરે અધિકારીઓને કામગીરીમાં વધુ ઝડપ લાવવા અને ગુણવત્તા જાળવવા સૂચના આપી હતી.
વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ વડોદરાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને શહેરના પર્યાવરણને સુધારવા માટે વિવિધ તબક્કે કામગીરી હાથ ધરાઈ રહી છે.