24મીએ વાદ્ડલા તળાવમાંથી 700 ક્યુસેક પાણી આવ્યું
વડોદરા શહેરમાં જ નહીં પરંતુ આજુબાજુના સમગ્ર પંથકમાં ગત ૨૪ના રોજ થયેલ મુશાળાધાર વરસાદના પગેલે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર ખૂબ વધી ગયું હતું અને ૨૪ કલાક વીતવા છતાં પણ ઓછું નહીં થતા પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી અને મ્યુનિ.કમિશનર દિલીપભાઈ રાણાએ તેનું કારણ શોધવા પાછલા 2 દિવસથી ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.જેમાં મુખ્ય ત્વે આજવા, પ્રતાપપુરા સરોવર, આસોજ ફીડર લાઈન સિવાય અન્ય ત્રણ ધનોરા, હરિપુરા અને વાડદલા તળાવના પાણી પણ સીધે સીધા વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા હતા. ફક્ત વડદલા તળાવ માથીજ તા.૨૪ના રોજ 700 ક્યુસેક જેટલું પાણી વિશ્વામિત્રીમાં આ તળાવ મારફતે ઠલવાયું તથા આજે પણ
100 થી 150 ક્યુસેક પાણી આજે પણ વિશ્વામિત્રી મા ઠલવાઇ રહ્યું છે
જેના કારણે જળ સ્તર ખૂબ વધી રહ્યું હતું અને આગામી સમય મા સદરહુ પરિસ્થિતિને પહોંચી વળવા લાંબા ગાળાના આયોજન પણ હાથ ધરવામાં આવશે.