Vadodara

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી 28 ફૂટે પહોંચી

*બુધવારે પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા હાલત બગડી

*વિશ્વામિત્રી નદીની જળસપાટી વધતા તંત્ર એલર્ટ, લોકોને તકેદારી રાખવા સૂચના*

બુધવારે પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે આજવા સરોવરની જળસપાટી 212.50 ફૂટે થતાં આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું હોય હાલમાં વિશ્વામિત્રી નદી 28 ફૂટે ભયજનક સપાટીએ વહેતી થઇ છે. જેના પગલે નીચાણવાળા તથા નદી કાંઠાના વિસ્તારમાં લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. શહેરમાં પરિસ્થિતિ વિકટ બનવાના એંધાણ ને પગલે એનડીઆરએફ ની એક ટુકડી પણ વડોદરામાં સ્ટેન્ડબાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં અનેક સ્થળે પહોંચે તેવી શક્યતાને પગલે જળચર જીવો મગર તથા સરિસૃપ જીવો પણ શહેરમાં જોવા મળે તેવી શક્યતાઓ વચ્ચે લોકોને સતર્કતા વર્તવા તંત્ર દ્વારા જણાવાયું છે. શહેરના કાલાઘોડા તથા મંગલ પાંડે રોડ સ્થિત વિશ્વામિત્રી નદીના વધતાં જોખમી જળસ્તરને ધ્યાનમાં રાખીને પોલીસ તથા પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે લોકોને આ રસ્તાઓ પર ન જવા તાકીદ સાથે રસ્તા બંધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top