Vadodara

વિશ્વામિત્રી નદીમાં કચરો નાંખનારા સામે પાલિકાની લાલ આંખ


વિશ્વામિત્રી નદીમાં અનેક સ્થળે વાહન ચાલકો દ્વારા કચરો નખાતો હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી.


શહેરમાં સ્વચ્છ સર્વેછણ વચ્ચે પાલિકાની ટીમે કચરો નાંખનારાઓ સામે લાલ આંખ કરી છે. હવેથી સીસીટીવીની મદદથી વિશ્વામિત્રી બ્રિજ પરથી નદીમાં કચરો નાંખતા તત્વોને પકડી પાડીને દંડ પણ ફટકારવામાં આવશે . પાલિકાની ટીમ વાહનના નંબરના આધારે લોકો સામે કાર્યવાહી કરશે અને દંડ પણ વસુલવામાં આવશે.
શહેર કોઇપણ હોય પણ સામાન્ય રીતે બ્રિજ પરથી નીચે કચરો ફેંકનારા લોકો તો હોય જ છે. ત્યારે વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પાલિકાની ટીમો દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં અનેક સ્થળે વાહન ચાલકો દ્વારા કચરો નખાતો હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી. જેમાં તપાસના ભાગરૂપે પાલિકાની ટીમે શુક્રવારના રોજ રાત્રીબજાર બ્રિજ, પાસે વુડા ઓફીસ નજીક બિલ્ડીંગ કામ ચાલુ હોય તેમાંથી બચેલો વેસ્ટ નજીક માં આવેલી વિશ્વામિત્રી નદીમાં ફેંકવામાં આવ્યો હતો ત્યાં પાલિકાની ટીમના અધિકારીઓ એ જોતા તેઓને રોકી તેઓના માલિક ને બોલાવી વિશ્વામિત્રીમાં કચરો નાખવા બાબતે દંડ ફટકારાયો હતો અને સાથે જણાવ્યું હતું કે ફરીવાર કચરો નાખતા ઝળપાશે તો કાર્યવાહી કરી દંડ અને સજા કરવામાં આવશે. સ્થળ પર પાલિકાની ટીમ દ્વારા રૂપિયા 500 નો દંડ ફટકારી ચલણ આપવમાં આવ્યું હતું.
પાલિકાના અધિકારી એ જવ્યું હતું મનપા દ્વારા કાલાઘોડા બ્રિજ, રાત્રીબજાર બ્રિજ, ભીમનાથ બ્રિજ અને મંગલ પાંડે રોડ પર CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી નદીમાં કચરો નાખતાં તત્ત્વોને કેદ કરી તેમના વાહનના નંબરના આધારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
વિશ્વામિત્રી નદી જાણે કે કચરાપેટી હોય તેમ લોકો બ્રિજ ઉપરથી બેફામપણે તેમાં લોકો દ્વારા કચરો ઠાલવી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જે બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શન માં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને જાહેરમાં નહીં થૂંકવા અને રોડ પર ગંદકી નહીં કરવા સૂચના પણ આપવામાં આવી છે.

Most Popular

To Top