Vadodara

વિશ્વામિત્રી નદીમાંથી 10 ફૂટના મગરનો મૃતદેહ મળી આવતા પ્રાણી પ્રેમીઓમાં આક્રોશ:

કોર્પોરેશન અને વનવિભાગની કામગીરીથી મગરનું મોત થયું હોવાના આક્ષેપ :

મગરના મોતનું કારણ જાણવા પીએમ કરવામાં આવશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તો બીજી તરફ નદીમાં વસવાટ કરતા મગરોના સ્થળાંતર કરવામાં આવનાર છે. જોકે તે પૂર્વે એક મગરનું મોત થતા ખાનગી સંસ્થાના વોલિએન્ટરો દ્વારા પાલિકાની કામગીરી સામે નારાજગી દર્શાવવામાં આવી છે.

વડોદરાના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસેથી પસાર થતી વિશ્વમિત્રી નદીમાં એક મગરનો મૃતદેહ દેખાતા સ્થાનિક લોકો દ્વારા આ અંગેની જાણ હેમંત વઢવાણાને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા આશરે નવ થી દસ ફૂટનો મહાકાય મગરનો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી તેઓ દ્વારા આ અંગે વનવિભાગ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારે બાદ મૃતદેહને બહાર કાઢી તેના મોતનું કારણ જાણવા પીએમ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જોકે, આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે હમણાં જે ગઈકાલે પરવાનગી વિના જાણ કર્યા વગર ચાર પાંચ વ્યક્તિઓને લઈને જે પ્રાણીપ્રેમી નથી એવી એનજીઓને સાથે રાખીને કોર્પોરેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી શરૂ કરી હતી. જેને અમે રોકી હતી. એનાજ કારણસર મગર મર્યો છે. કારણ કે એને જે બેસવા માટેનું પ્લેટફોર્મ હતું. એ લોકોએ તોડી નાખ્યું છે. જ્યારે મગર પોતે એરીયા બદલી નથી શકતો. તમારી કામગીરી ચાલે છે. એક દિવસ માટે ખોદકામ ચાલશે તો એ જ સમયે તમે અમને જાણ કરો. જેથી કરીને અમે મગરને ખસેડી શકીએ. અમે મિટિંગમાં પણ જાણ કરી હતી. આજે મગર મર્યો છે. એવા તો મગર હજી આ કામ દરમિયાન ઘણા મરશે. વડોદરા કોર્પોરેશન દ્વારા શનિવારથી કામગીરીની શરૂઆત કરી દીધી હતી. એક મગર કાઢવામાં આવ્યો હતો.એ હાલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે.જે દુમાડથી લાવવામાં આવ્યો હતો અને કામગીરી દરમિયાન જે નડતરરૂપ થાય છે એવા મગરોને કાઢવાની વાત કરી છે બાકી વિશ્વામિત્રી નદીમાંથી બધા મગર કાઢવામાં આવનાર નથી. વિશ્વામિત્રીના અમુક અમુક એરીયા જ્યાં ડમ્પિંગ થઈ ગયું છે. નદીને પહોળી કરવા માટે જેસીબી મશીનથી જે કામગીરી થશે ત્યાં જો મગર નડતા હશે તો તેને આગળ લઈ જવામાં આવશે. અમે કામગીરી શરૂ કરતાં પહેલાં જગ્યાનો સર્વે કરીશું.ત્યારબાદ જ આ કામગીરી શરૂ કરવામાં આવશે કંઈ ખોટું થશે તો અમે આ કામગીરી અટકાવી દઈશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top