Vadodara

વિશ્વામિત્રી નદીની સપાટી 18. 00 ફૂટે પહોંચી, 26 ગામોને એલર્ટ કરાયા…

વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી ફરી 18.00 ફૂટે પહોંચી છે.છેલ્લા 2 દિવસમાં શહેરમાં ધીમી ધારે એક સરખો વરસાદ ખાબક્યો છે.

શહેરમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.આગાહીને પગલે વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી ફરી 18.00 ફૂટે પહોંચી છે.છેલ્લા 2 દિવસમાં શહેરમાં એક ધર્યો વરસાદ ખાબક્યો છે.સતત વરસાદને કારણે ફરી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી છે.જેથી વાઘોડિયા અને ડભોઈનાં 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.જે પૈકી દેવ નદી કાંઠાના ફલોડ, વેજલપુર, અલવા, ગોરજ, માધવપુરા, ધાનખેડા, પાટિયાપુરા, મુની આશ્રમ, મુવાડા, સહિતના અન્ય તથા ઢાઢરના કાંઠાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા સહિતના ગામ લોકોને એલર્ટ કરાયા છે.
શહેરના મધ્યમાં આવેલી વિશ્વામિત્રી નદી માં વરસાદી પાણી ની આવક થતાં સપાટી માં વધારો થતાં ચિંતા વિધિ છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા કમિશનર દિલીપ રાણા વિશ્વામિત્રી અને આસપાસ ની પરિસ્થિતિને જોવા દોડી આવ્યા હતા અને વિશ્વામિત્રી આસપાસમાં રહેતા અને નીચાણ વાડા વિસ્તારમાં લોકો ને સ્થળાંતર કરાયા હતા.
આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું. જેને પગલે કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીના જળસ્તર પહોંચ્યા 18 ફૂટે. જો કે ભયજનક સપાટીથી આઠ ફૂટ નીચે છે પાણી. મહત્વનું છે કે આજે વડોદરા માં ઓરેન્જ અને આવતીકાલે રેડ એલર્ટ છે. ત્યારે આજરોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજ ની મુલાકાત લીધી હતી. અને હાલ માં ઉપરવાસ માંથી આજવા માં પાણી ની આવક ન હોય તેમજ શહેરમાં પણ વરસાદ ન હોય ચિંતા જેવુ નથી. જો કે વિશ્વામિત્રી જો ભયજનક સપાટી વટાવે તો તે અર્થે તંત્ર પૂરી રીતે સજ્જ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top