વડોદરામાં ૧૩ ઇચ વરસાદથી હાલત ખરાબ, વિશ્વામિત્રી નદી છલકાઈ, મગર રોડ પર આવી ગયા
વડોદરા શહેર વરસાદી પાણીમાં ડૂબ્યું હોય એવી હાલત થઇ હતી. વહેલી સવારથી ખાબકેલા એકધારા વરસાદને પગલે શાળા-કોલેજ ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. મકાનો, દુકાનો, ઓફિસો પાણીમાં ગરકાવ થતાં જનજીવન ઠપ થઇ ગયું હતું. એસડીઆરએફની બે ટીમ તથા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવાના આદેશ અપાયા છે. ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. તમામ બ્રિજ પર ટ્રાફિક પોલીસના તૈનાત કરવામાં આવી છે. સ્થિતિનો તાગ મેળવવા મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક ડી.એમ વ્યાસ ભીમનાથ બ્રિજ પર પહોંચ્યા છે. બીજી તરફ જાંબુવા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વડોદરા નજીક જાંબુવા ગામનો રીવર બ્રીજ બંધ કરવામાં આવ્યો છે.
ફતેજગંજ નરહરી હોસ્પિટલ પાસે રસ્તા પર મગરની લટાર જોવા મળી રહી છે. લટાર મારવા નીકળેલા આ મગરને જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર નથી કે વડોદરામાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં વડોદરામાં નદીનું જળસ્તર વધ્યા બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. હાલ મગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિશ્વામિત્રી છલકાતા મગરો રસ્તા પર આવી ગયા
By
Posted on