ભયજનક સપાટી 26 ફૂટ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી
ઉપરવાસમાં થયેલા વરસાદ અને શહેરમાં વરસેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કાલાઘોડા બ્રિજ પર વિશ્વામિત્રી નદીની સપાટી ૧૬ ફુટે પહોંચી છે. બે દિવસથી વડોદરા અને ઉપરવાસમાં વરસાદના કારણે સપાટીમાં વધારો નોંધાયો છે. જોકે વિશ્વામિત્રીની ભયજનક સપાટી ૨૬ ફૂટ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી.
વડોદરામાં ગઈ રાતે સતત વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નદીના ઉપરવાસમાં પણ વરસાદ નોંધાતા વિશ્વામિત્રી સપાટી 16 ફૂટ પર પહોંચી છે. પૂરની યાતનામાંથી બહાર આવેલા લોકોમાં નદીની સપાટી વધતા ટેન્શન વધે છે, પરંતુ હજુ ભયજનક સપાટી 26 ફૂટ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી.