Vadodara

વિશ્વામિત્રીના પાણી ફરી વળતા સાવલીના પિલોલ સહિત પાંચ ગામ નો સંપર્ક કપાયો

સાવલી તાલુકાના પીલોલ ગામ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા ડેમ અને પ્રતાપ સરોવરનું પાણી છોડતા પિલોલ સહિત પાંચ ગામો વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાના પગલે પાચ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ગ્રામજનોને ઘરોમાં ભરાઈ રહેવાનો વારો આવ્યો છે.

સાવલીના પીલોલ ગામે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પ્રતાપ સરોવર અને આજવા સરોવરનું ઓવરફ્લોર પાણી છોડતા પિલોલ મોટાપુરા કલ્યાણપુરા નાનાપરા અને દરજી પુરા સહિતના ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા અને વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડતા જળસ્તર વધતા તમામ ગામો ના રસ્તા ઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થઈ ગયા હતા .અગ્રામજનો ઘરોમાં પુરાવા માટે મજબૂર થઈ ગયા હતા અને પાંચેય ગામોના રસ્તા ઓ પર ઢીચણ સમાન પાણી ભરાયા હતા. જ્યારે બીજી બાજુ ઇન્દ્રાડ ખોખર અને વેમાર જે ગતરોજ સંપર્ક વિહોણા થઈ ગયા હતા તેનું પાણી ઉતરતા ધીરે ધીરે જનજીવન ધબકતું થયું હતું અને સમલાયા પંથકના મોટાભાગના ખેતરો જળાશયોમાં ફેરવાઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. જ્યારે મંજુસર જીઆઇડીસી માં પાણી ભરાઈ જવાના પગલે કેટલાય ઉદ્યોગો આજે બંધ રહેવા પામ્યા હતા. જ્યારે પાણી ભરાવાના પગલે કેટલાક પરપ્રાંતીય મજૂરો અટવાઈ ગયા હતા. તેમને મંજુસર જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ જે કે શર્મા અને અન્ય હોદ્દેદારોએ તેઓના જમવાની વ્યવસ્થા કરી હતી અને ટ્રેક્ટર માં બેસીને સમગ્ર જી આઈ ડી સી માં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જ્યારે ગત રાત્રીના સમયે ખોખારથી ઇન્દ્રાડ જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ જતા તણાઈ ગયું હતું જોકે ટ્રેક્ટરમાં સવાર બે લોકો તરીને બહાર આવતા બચી જવા પામ્યા હતા જોકે હજુ સુધી ટ્રેક્ટર લાપતા છે આમ વરસાદે સમગ્ર તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. હકીકતમાં તાલુકામાં તો ઓછો વરસાદ પડ્યો છે પરંતુ આજવા સરોવર અને પ્રતાપ સરોવર ના પાણી છોડવાના પગલે સાવલી ના પાચ ગામો ના નાગરિકોને આપદા ભોગવવાનો વારો આવ્યો છે

Most Popular

To Top