વડોદરા શહેરમાં બુધવારના રોજ 13 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેથી આજવા તથા વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં સતત વધારો થતો જાય છે. દરમિયાન વિશ્વામિત્રીની નદીની સપાટી 29.23 ફુટ પર વહેલા લાગતા તંત્ર દ્વારા સુવિધાના ભાગરૂપે કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. કોઇ દુર્ઘટના ના સર્જાય માટે ટુ તથા ફોર વ્હીલર સહિતના વાહનચાલકો માટે ડાઇવર્ઝન પણ અપાયું છે. જમાં કાલાખોડા સર્કલેથી ડેરીડેન સર્કલથી સુર્યાપેલેસ ચાર રસ્તા, ભીમનાથ નાકા જેલ રોડ થઇ અવર કરી શકાશે. બરોડા ઓટોમોબાઇલથી પંચમુખી હનુમાન થઇ આરાધના સિનેમા થઇ જઇ શકાશે. તેવી જ રીતે ભારદારી વાહન તથા એસટી બસોએ રાજમહેલ રોડથી જેલ રોડ થઇ કાલાખોડા સર્કલ જતા મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા, અકોટા બ્રિજ ઉપરથી અકોટા બ્રિજ ચાર રસ્તા, ગાય સર્કલ,યોગા સર્કલ, અટલ બ્રિજ, પંડ્યા બ્રિજ નીચેથી નરહરી સર્કલ થઇ કાલોખોડા સર્કલ થઇ કાલાખોડા થઇ અવર જવર કરી શકાશે.