વાઘોડિયામાં આવેલી પારૂલ યુનિવર્સિટી ફરી વિવાદમાં
એક દિવસ ઘરે રાખ્યા બાદ બંનેને સાવલીના ડેસર ખાતે રઝળતી મુકી યુવક ફરાર થઇ ગયો
પિતાને જાણ થતા બંને દીકરીઓને સહી સલામત પરત ઘરે લઇ આવ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.14
વારંવાર વિવાદોમાં આવતી પારૂલ યુનિવર્સિટીમાં કેન્ટીન નોકરી કરતા યુવકના ભાઇ દ યુવતી તથા અને તેની 14 વર્ષીય સગીર બહેનને બાઇક પર બેસાડી ભગાડી ગયો હતો. બંનેને એક દિવસ તેના ઘરે રાખ્યાં બાદ યુવતી તથા સગીરાને સાવલીના ડેસર ખાતે રઝળતી મુકીને યુવક ભાગી ગયો હતો. પિતાના જાણ થતા તેઓ બંને દીકરીઓને ઘરે લઇ આવ્યાં હતા.
વાઘોડિયા તાલુકામાં આવેલી અને વારંવાર વિવાદોમાં આવતી પારૂલ યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં ઘેરાઇ છે. યુનિવર્સિટીના કેન્ટીનમાં નોકરી કરતા સમીર નામના યુવકના ભાઇ દ્વારા ત્યાં કામ કરતી એક 19 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. છેલ્લા કેટલાક સમયથી ભગાડી સમીરનો ભાઇ યુવતીને ભગાડી જવા માટે પ્રયાસ કરતો રહેતો હતો. દરમિયાન 11 જુલાઇના રોજ યુવકે યુવતીને ઇશ્વરપુરા ગામના પાટિયા પાસે મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ 19 વર્ષીય યુવતી અને તેની 14 વર્ષીય નાની બહેનને યુવક બાઇક પર લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. ત્યારબાદ યુવતી તથા તેની બહેનને પણ તેના ઘરે લઇ ગયો હતો અને તેના એક દિવસ રાખ્યાં બાદ યુવક યુવતી તથા તેની બહેનને સાવલી તાલુકાના ડેસર ખાતે રઝળતી મુકી ભાગી ગયો હતો. જેની જાણ યુવતીના પિતાના થતા તેઓ યુવતી અને તેની સગીર બહેનને ઘરે લઇ આવ્યાં હતા. યુવક એકલી ડેસરમાં મુકી ગયો હોવાના કારણે એક દિવસ સુધી બંને એકલી બસ સ્ટેન્ડ પર રાત વિતાવી હોવાનું યુવતીના પિતાએ જણાવ્યું હતું. ઉલ્લેખનયી છે કે યુવતીના પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બંને પુત્રી ગુમ થઇ હોવાની જાણવા જોગ પણ નોંધાવી હતી.