બીએસસીની શરૂ થતી સેમ-1-2ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં :
એનએસયુઆઈ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માંગ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
એફવાય બીએસસી હોનર્સમાં પ્રથમ સત્રની પરીક્ષા 8 ડિસેમ્બર તથા સત્ર 2ની પૂરક પરીક્ષા 6 ડિસેમ્બરથી શરૂ થશે. જેમાં અમુક વિષયની પરીક્ષા એક જ દિવસે હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. જેથી પ્રથમ અથવા તો દ્રિતીય સત્ર એટીકેટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને રાહત રહેશે અને વિદ્યાર્થીઓ સારી રીતે પોતાની પરીક્ષા આપી શકે. ત્યારે, વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવી ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી હતી.

એમએસયુના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના આગેવાન તેજસ રોયે જણાવ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટી ખાતે માંગણી કરવામાં આવી છે કે, બીએસસી ચાલે છે, તેમાં વિદ્યાર્થીઓના સેમેસ્ટર એક અને સેમેસ્ટર બેની એટીકેટીની પરીક્ષા ક્લેસ થાય છે. એક જ દિવસે વિદ્યાર્થીઓને બબ્બે પેપર અટેન્ડ કરવાના થાય છે. એક્ઝામ પતે એટલે કલાક રહીને પાછી બીજી એક્ઝામ આપવાની એટલે વિચારી શકો કે આ એક્ઝામના પ્રિપરેશનમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે કે પરિક્ષા આપે. આ જે પરીક્ષા છે, એ માત્રને માત્ર માનસિક તણાવ બની ગઈ હોય એમ કહી શકાય.

ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં છે. અને તેઓની પણ માંગ હતી કે, આ બે પરીક્ષા છે. એમાંથી કોઈ પણ એક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે, ગઈ વખતે પણ અમે રજૂઆત કરી હતી. ત્યારે, પણ ડીન ગેરહાજર હતા. એટલે ઘણા સમયથી જોઈએ છે કે, ગેરહાજર જ હોય છે. આ જે ફેકલ્ટી છે, એ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે વિદ્યાર્થીઓ તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેવી અમારી માંગણી છે.
