Vadodara

વિરોધ કર્યો તો કાળો જાદુ કરી આખી સોસાયટી ખાલી કરાવી દેવા લોકોને ધમકી

પરાગરજ સોસાયટીમાં આવેલા મંદિરમાં થતા ખોટા કાર્યો સામે લોકોનો વિરોધ

મંદિર પર ગેરકાયદેસર ખાનગી કંપનીના લગાવાઈ રહેલા ટાવર સહિતની કરાતી પ્રવૃતિઓ સામે લોકોમાં રોષ

વારસિયા રિંગ રોડ પર આવેલી પરાગરજ સોસાયટીમાં આવેલા મંદિરના સંચાલકો દ્વારા ખોટી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત મંદિરના સંચાલક દ્વારા કાળો જાદુ કરી બધાના બ્રેન વોશ કરી આખી સોસાયટી ખાલી કરાવી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી પરાગરજ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ મેહુલ પંડ્યાના કહ્યા મુજબ તેમની સોસાયટીમાં એક મંદિર આવેલું છે. આ મંદિરનો કોઈ વિરોધ નથી. પણ મંદિરના નામે જે ખોટા કાર્યો થાય છે.તેનો વિરોધ છે. જેના ટ્રસ્ટીઓ સંચાલકો દ્વારા ખોટા કાર્યો કરવામાં આવી રહ્યા છે. રેસિડેન્સીયલ એરિયામાં આ મંદિર પર મોબાઈલ કંપનીનું ટાવર લગાવવામાં આવી રહ્યું છે. મંદિરના નામે વધુ બાંધકામ કરી દીધું છે. કોર્પોરેશનને એ દેખાતું નહિ હોય. સોસાયટીની મહિલાઓ મંદિરના સંચાલકને મળવા માટે ગયા હતા કે તમે આ બધું કરો છો મોડા સુધી મ્યુઝિક સિસ્ટમ વાગે છે. આજુબાજુમાં લોકોના બાળકોની પરીક્ષા હોય અભ્યાસ બગડી રહ્યો હોય, તકલીફ પડે છે. બંધ કરો તો મહિલાઓને ધમકી આપી છે કે, કઈ વધારે બોલશો તો હું બગલા મુખીના મહારાજ પ્રશાંત કિશોરનો હું ચેલો છું. કાળો જાદુ કરીને બધાનું બ્રેન વોશ કરીને આખી સોસાયટી ખાલી કરાવી નાખીશ. તેવી ધમકી આપી હતી. અમારી માંગ છે કે કોર્પોરેશનના જે પણ અધિકારી હોય એકતો આમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. પાર્કિંગની જગ્યા પર મંદિર ઉભું કરી દીધું છે ગેરકાયદેસર બાંધકામ અને મોબાઈલ ટાવર દૂર થવું જોઈએ એવી માંગણી કરી હતી.

Most Popular

To Top