શહેર ભાજપ પ્રમુખ અને કલેકટરની હાજરીમાં વેપારીઓની વીમા કંપની સાથે બેઠક
વડોદરા કલેકટર ઓફિસમાં વડોદરાની તમામ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ તથા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તથા કલેકટર સાથે લગભગ બે કલાકની એક મીટીંગ ચાલી અને પૂરને લાગતા દાવાની ચર્ચા થઈ હતી.
વેપારીઓએ નક્કી કર્યું કે જેની પણ ગાડી પાણીમાં ગઈ હશે અને ટોટલ લોસ કંપની કહેતી હશે. પરંતુ જો તેમની ટોટલ લોસની રકમ નથી લેવી અને રીપેર કરીને કરવું હોય તો એવું પણ થઈ શકશે અને એના માટેના પ્રયત્નો ચાલુ છે.
વીમા કંપનીના અધિકારીઓએ કહ્યું કે , જે પણ વેપારીનો માલ બગડ્યો છે અથવા તો માલ તણાઈ ગયો છે અને એના તમારી પાસે ફોટોગ્રાફ હોવા જરૂરી છે. તમારી પાસે ફોટોગ્રાફ હશે અને ઇન્સ્યોરન્સ કંપની તમારી પાસે કોર્પોરેશનનો માલ ફેંકવાનો રિપોર્ટ માગતા હોય તો તેવા સંજોગોમાં તમે તમારા લેટરપેડ ઉપર જે પણ નુકસાન થયું છે એ નુકસાનીની રકમ એની વિગત તથા તેના ફોટોગ્રાફ મને મોકલી આપશો તો કોર્પોરેશન તેમાં સિક્કો અને સહી કરી આપશે અને ઇન્સ્યોરન્સ કંપની તે મંજૂર રાખશે.
કોઈપણ વ્યાપારિ મિત્ર પાસે ગુમસ્તાધારા નું લાયસન્સ નથી અથવા તો રિન્યુ કરવાનું રહી ગયું છે તો તે પણ લિસ્ટ તમે મોકલશો તો તાત્કાલિક ધોરણે લાયસન્સ મળી જશે અને રીન્યુ કરવાનું હશે તો રીન્યુ થઈને તમને કોપી મળી જશે.