વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી હોસ્ટેલ ફીના નાણાં ઉઘરાવી રેકટર અને એક વિદ્યાર્થીએ પોતાના ખાતામાં નાખી છેતરપિંડી આચરતા આ મામલે ચીફ રેકટરે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં ચીફ રેકટર તરીકે ફરજ બજાવતા આયુસિંહ નંદેસિંહ રાજપુતે વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પારુલ યુનિવર્સિટી લીમડા ખાતે ચીફ રેકટર તરીકે 19 વર્ષથી નોકરી કરું છું. મારૂ કામ રેક્ટરની રજા, તેનું મેનેજમેન્ટ, હોસ્ટેલમાં રહેતા સ્ટુન્ડની દેખરેખ તેમજ મેસનું કામ જોવાનું હોય છે. અમારી યુનિવર્સિટી કુલ 35 હોસ્ટેલ છે. જેમાં કુલ આશરે 18 હજાર જેટલા સ્ટુડન્ટ રહે છે અને અલગ અલગ હોસ્ટેલમાં રહેવાની ફીસ અલગ અલગ છે. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યો-વિદેશના સ્ટુન્ડન્ટો રહે છે. ગઇ તારીખ 07મી જુલાઈ 2024ના રોજ યુનિવર્સિટીના સોફ્ટવેર ગનુંસમાં હોસ્ટેલમાં કેટલા રૂમ બાકી છે, તેમજ કેટલા રૂમ ભરેલા છે અને કેટલા છોકરાઓની ફીસ બાકી તેમજ ભરી છે જે અંગે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, સરદાર ભવન બી હોસ્ટેલના કુલ 29 છોકરાને રૂમ ફાળવવામાં આવ્યા છે, પરંતુ તેઓએ હોસ્ટેલ ફ્રીસ ભરી નથી. તેવું ધ્યાન પર આવતા અમોને શંકા જતા હોસ્ટેલના છોકરાઓને પર્સનલી મોબાઇલ નંબર પર ફોન કરી પૂછપરછ કરતા છોકરાઓએ જણાવ્યું કે, અમોએ અમારી ફીસ રેકટર પવન બાબુશાલ તેવરને તેમના કહેવાથી તેમના પ્રાઇવેટ એકાઉન્ટમાં જમા કરાવી છે.
જેથી મે બે-ત્રણ છોકરાઓને ફોન કરતા તેઓ ગોળ ગોળ જવાબ આપ્યા, પરંતુ બીજા એક છોકરાએ પોતાની હોસ્ટેલ ફીના રૂપિયા 96 હજાર ફોન પે મારફને રેક્ટર પવન બાબુલાલ તંવરને મોકલી આપ્યાં છે. જેથી મે તેને ફીસ ભર્યા અંગેનો સ્કિન શોર્ટ મોકલી આપવા જણાવતા છોકરાએ મને તે સ્ક્રીનશોર્ટ મોકલ્યો હતો. જેમાં આ છોકરાએ તેની ફીસના નાણા અમારી યુનિવર્સિટીના રેક્ટર પવન બાબુલાલ તંવરને મોકલી આપ્યાનું જણાઈ આવ્યું હતું. જેથી મે બીજા રેક્ટર અરવિંદ પરમારને ફોનથી કરી જણાવ્યું કે, તમો રેક્ટર પવન તંવરના રૂમ પર જઈ તપાસ કરો તે હાજર છે કે નહી. જેથી અરવિંદ પરમાર રેક્ટર પવનની રૂમ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ પવનકુમાર 5 મિનિટ પહેલા નીકળી ગયો છે, ત્યારબાદ અમોએ તેના સાળા સન્ની ભુમરાહ જે અમારી હોસ્ટેલમાં રેક્ટર તરીકે નોકરી કરે છે. તેઓને બોલાવી પવનનો સંપર્ક કરવા જણાવ્યું તો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી અમોને ચોક્કસ ખાત્રી થઈ કે, આ રેક્ટર પવન બાબુલાલ તંવરે યુનિવર્સિટી તરફથી આપવામાં આવેલા હોદ્દાનો દુરપયોગ કર્યો છે. છોકરાઓની ફીસના નાણા ખંખેરી યુનિવર્સિટીના એકાઉન્ટમાં જમા લેવાને બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરાવી યુનિવર્સીટી અને છોકરાઓ સાથે છેતરપિંડી કરી છે. આ રેક્ટર પવન બાબુલાલ તંવર નાએ તા. 23મી ફ્રેબુઆરીથી 30મી જૂન 2024ના સમયગાળા દરમિયાન ઓનલાઇન અને રોકડેથી હોસ્ટેલ ફીસના રૂપિયા 47 છોકરાઓ પાસેથી રૂપિયા 31,90,000 રકમ લીધેલી હતી. આ રકમ તેને કોલેજમાં અભ્યાસ કરતા મંથન ગોવિંદભાઈ ગૌહેલ હાલ (રહે-કીર્તી કોમ્પ્લેક્ષ રૂમ નં-204 રૂદ્ર પાર્ટી પ્લોટની બાજુમાં નજીક ઉમા ચાર રસ્તા)ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને આ મંથનની અમોએ મૌખિક પુછપરછ કરતા જણાવ્યું કે, આ રૂપિયા મે રેક્ટર પવનભાઈના કહેવાથી તેઓએ આપેલા UPI ID અને નામવાળા ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. આ પવન ઓનલાઇન ક્રિપ્ટો કરન્સીમાં ખરીદ વેચાણ કરતો હતો. તે માટે મને અમુક રકમ વાપરવા આપતો હતો તેમ જણાવેલ હતું જેથી આ મંથને પણ રેક્ટર પવનને મદદગારી કરી હોવાનું જણાઇ આવ્યું છે. જેથી આ બંને સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થીઓ પાસેથી હોસ્ટેલ ફીના રૂ.32 લાખ ઉઘરાવી રેકટર અને વિદ્યાર્થીએ ઉચાપત કરી
By
Posted on