Vadodara

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : એમએસયુમાં 8 નવેમ્બરે યોજાશે કોન્વોકેશન

74મા કોન્વોકેશનમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિતિ રહેશે :

પાંચ સપ્ટેમ્બરે કોન્વેકશન યોજવા નક્કી કરાયું પણ નવા વીસીની નિમણૂક બાદ વિલંબ થયો :

( પ્રતિનિધી )વડોદરા,તા.18

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં કોન્વોકેશનની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવિદાન સમારોહ આગામી આઠમી નવેમ્બરના રોજ યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. ચીફ ગેસ્ટ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો પદવિદાન સમારોહ છેલ્લા ચાર વર્ષથી અનિયમિત ચાલી રહ્યો છે. જેના કારણે યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય તો તેમને શૈક્ષણિક પ્રકિયા લંબાઇ જાય છે અને તેમની શૈક્ષણિક કારકિર્દી પર નકારાત્મક અસર થાય છે. અગાઉ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીના વી.સી.પ્રોફેસર ભાલચંદ્ર ભાણગે અને રજિસ્ટાર પ્રો. કે.એમ ચુડાસમાને વહેલી તકે યુનિવર્સિટીના પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા માટે માંગણી કરી હતી. ત્યારે, હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવિદાન સમારોહ આગામી આઠમી નવેમ્બરના રોજ યોજાશે. આ સમારંભમાં રાજ્યના ગવર્નર આચાર્ય દેવ વ્રત ઉપસ્થિત રહેશે. રજીસ્ટાર કે.એમ ચુડાસમાએ પદવીદાન સમારોહ અંગે જણાવ્યું હતું કે એમ.એસ.યુનિવર્સિટી ઓફ બરોડાનું આગામી કોન્વોકેશન છે એ આઠમી નવેમ્બરે નિર્ધારિત થયું છે જેમાં ચીફ ગેસ્ટ તરીકે ગવર્નર આવશે. પદવિદાન સમારોહમાં કુલ 14,531 વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓની યાદી પણ તૈયાર કરી દેવાઇ છે. દર વર્ષે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને તેમના મેરીટ પ્રમાણે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે. જો કે હજી સુધી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આગામી યોજાનાર કોન્વેકશનને લઈને સત્તાવાર વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી નથી. નોંધનીય છે કે, 21 દિવસના દિવાળી વેકેશન બાદ બીજા સત્રની શરૂઆત થશે. ત્યારે, 8 નવેમ્બરે પદવીદાન સમારોહ યોજાશે. જેની માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે.

Most Popular

To Top