પાણીગેટ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં એક્ટિવાચ ચોરને દબોચી લીધો
વડોદરાના શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસેની ડેરીમાં દહી લેવા માટે મહિલા ચાવી એક્ટિવામાં જ રાખીને ગઈ હતી. મહિલા દુકાનદાર તરફ ધ્યાન હતું ત્યારે એક ગઠિયો થોડીવારમાં એકટીવાની ચોરી કરી સ્થળ પરથી નૌ દો ગ્યારાહ થઇ ગયો હતો. જોકે સીસીટીવી ફુટેજના ફુટેજના આધારે પાણીગેટ પોલીસે એક્ટિવા ચોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી મહિલા વૃંદાવનથી ઉમા ચાર રસ્તા પાસે સુવર્ણ એપાર્ટમેન્ટમાં આવેલી ગાયત્રી ડેરીમાં એક્ટિવા લઇને દહી માટે ગઇ હતી. ત્યારે મહિલા એક્ટિવામાં જ પોતાના ચાવી મુકી દુકાનમાં ગઇ હતી. દરમિયાન મહિલાનું ધ્યાન દુકાનદાર તરફ હતું. ત્યારે ગઠિયો સફેલ કલરની એક્ટિવા ચાલુ કરીને થોડીક ક્ષણમાં જ રફુચક્કર થઇ ગયો હતો. મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચોરીની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળની આસપાસ લગાવેલી સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ એક્ટિવા ચોરી કરી લઇ જતા દેખાયો હતો. જેથી ફુટેજના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એમ વ્યાસે એક્ટિવા ચોરીને ઝડપી પાડવાના માટે ટીમને કેમ લગાડી હતી. સીસીટીવી ફુટેજમાં એક્ટિવા ચોર ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઇ વસાવા (રહે.શૈલેષ પાર્ક સોસાયટી. પરિવાર ચાર રસ્તા, ડભોઇ રોડ, વડોદરા)ની ઓળખ થતા ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.