Vadodara

વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમી પંઢરપુર યાત્રા વડોદરાથી પ્રસ્થાન કરાઇ..

ગુરુવર્ય દાદા મહારાજ મોરે માઉલી, ગુરુવર્ય રામદાદા ઘાડગે અને વડિલોના આશીર્વાદ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમી પંઢરપુર યાત્રા યોજવામાં આવી છે.કારતક સુદ છઠ્ઠ ને ગુરુવારે તા.07-11-2024ની રાત્રે શહેરના અકોટા વિસ્તારમાં આવેલા શ્રી રામેશ્વર સાંઇ મંદિર ખાતેથી પંઢરપુર યાત્રા બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

આ યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો જેમાં સૌ પ્રથમ ઉનઇ, સાપુતારા , ત્ર્યંબકેશ્વર (જ્યોતિર્લિંગ), નાસિક, સાંઇ ધામ શિરડી, શનિ સિંગણાપુર,અક્કલકોટ,તુળજાપુર, પંઢરપુર,જેજુરી,મોરગાવ,આલંદી,દેઉ, ભીમાશંકર (જ્યોતિર્લિંગ),ધુષ્મેશ્વર (જ્યોતિર્લિંગ) સહિત યાત્રા બાદ કારતક સુદ ચતુર્દશી તા. 14મી નવેમ્બર ના રોજ પરત વડોદરા ફરશે.આ પ્રસંગે મ્યુનિ.કાઉન્સિલરો મનીષ પગાર, શ્વેતાબેન ઉતેકર, વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિપક શ્રીપત જાધવ, સેક્રેટરી રવિન્દ્ર સાળુકે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને યાત્રા બસને પ્રસ્થાન કરાવાઇ હતી.

Most Popular

To Top