Vadodara

વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ફ્લાઇટ સમય કરતા બેથી ત્રણ કલાક લેટ:- મુસાફરો અટવાયા



બે દિવસ અગાઉ દિલ્હીથી વડોદરા આવતી અને વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટ રદ કરાઇ હતી


વડોદરા એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટો સમય કરતા મોડી આવી હતી. જેમાં વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ફ્લાઇટ સમય કરતા બેથી ત્રણ કલાક લેટ આવતી હોય છે. પુણેથી સમય કરતા ત્રણ કલાક મોડી વડોદરા એરપોર્ટે પર પહોંચી હતી અને સમય કરતા બે કલાક લેટ પુણે રવાના થઈ હતી. જેના કારણે મુસાફરો એરપોર્ટે પર અટવાયા હતાં.
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેર સહિત રાજ્ય અને દેશના વિવિધ શહેરોમાંથી આવતી ડોમેસ્ટિક ફ્લાઈટો પણ સમય કરતા લેટ ચાલી રહી છે. બે દિવસ અગાઉ દિલ્હીથી વડોદરા આવતી અને વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. જેના કારણે કેટલાક મુસાફરો અટવાયા હતા. આજે મોટા ભાગની ફ્લાઇટ સમય કરતાં મોડી પહોંચી હતી. જેથી મુસાફરોને રાહ જોવાની ફરજ પડી હતી.
વડોદરા એરપોર્ટ પર પુણેથી આવતી ઇન્ડિગોની ફ્લાઈટ 6E6561 સમય કરાતા સવા બે કલાક મોડી હતી. જયારે દિલ્હીની બે ફ્લાઇટ અને મુંબઈની ફ્લાઇટ સમય કરાતા 40 મિનીટ મોડી હતી. સમય કરતાં મોડી પહોંચેલી ઇન્ડિગો પુણ્યની ફ્લાઈટ સમય કરતા બે કલાક લેટ પ્રસ્થાન કર્યુ હતી. જેથી પુણે જનાર પેસેન્જર અટવાયા હતાં. આ સાથે ઈન્ડિગો અને એર ઈન્ડિયાની દિલ્હી, મુંબઈની ફ્લાઈટ સમય કરતા 30 થી 60 મિનિટ મોડું પ્રસ્થાન કર્યું હતું. હાલમાં ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે મોટા ભાગની ફ્લાઇટ સમય કરાતા એરપોર્ટ પર મોડી ચાલી રહી છે.

Most Popular

To Top