કેમેસ્ટ્રી-બાયોલોજી અને ફિઝિક્સનો વિભાગ સરળ રહેતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો
ધો.10-12 બંને વિભાગના પેપરો મધ્યમ હોવાથી વિદ્યાર્થીઓએ સારો સ્કોર થવાની આશા વ્યક્ત કરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.28
ગુજરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે શનિવારે ધોરણ 10નું વિજ્ઞાનનું ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું વિજ્ઞાન પ્રવાહનું કેમેસ્ટ્રી તેમજ સીબીએસસી ધોરણ 12 નું પણ કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા લેવાઈ હતી. જે તમામ ધોરણના પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.
ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે, શનિવારે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સરળ રહ્યું હતું. વિધાર્થીઓને પણ પ્રશ્નો સહેલાં લાગ્યા હતા. એજ્યુકેશન એક્સપર્ટ નિરવ મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આજનું પેપર એટલું સરળ હતું. જેમાં ટેકસબુકમાંથી જ સીધેસીધા પ્રશ્નો પુછવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને પણ સારી રીતે આવડે એવું હતું. કેમેસ્ટ્રી ભાગમાં પહેલો જ પ્રશ્ન ચેપટર 1 ની પહેલી જ ઈનટેકસ પ્રશ્નો માંથી પહેલો પ્રશ્ન હતો અને સાથે સાથે એકટીવીટી માંથી પ્રશ્નો હતા. જ્યારે બાયોલોજી ભાગમાં બધા પ્રશ્ન સીધેસીધા જ પુછવામાં આવ્યા હતા અને આ પેપરમાં વિધાર્થીઓને ડાયેગ્રામ સાથે ના પ્રશ્નો વધારે પુછવામાં આવ્યા હતા એટલે જે વિધાર્થીઓએ ડાયેગ્રામની તૈયારી સારી રીતે કરી હશે તેને બાયોલોજી વિભાગમાં વધારે તકલીફ નહીં પડે. પરંતુ, જે વિદ્યાર્થીએ ડાયેગ્રામની તૈયારી કરી નથી, એમને આવાં પ્રશ્નોમાં તકલીફ પડી હતી તથા ફીઝીક્સ વિભાગ ખુબ જ સરળ હતું. જેમાં ઓહ્મ નાં નિયમ આધારિત દાખલો પુછવામાં આવ્યો હતો તથા બાકીના પ્રશ્નો સીધા ટેકસબુક આધારીત હતા. જેથી વિદ્યાર્થીઓને પણ આમાં કોઈ તકલીફ પડી નથી. જે વિદ્યાર્થીઓએ સારી રીતે તૈયારી કરી હશે, તે વિદ્યાર્થીઓને આ પેપર ખુબ જ સરળ લાગ્યું હતું. જ્યારે જેની તૈયારી ઓછી રહી હતી, એવા વિદ્યાર્થીઓને આ પેપર થોડું મોડરેટ લાગ્યું હશે. ઓવર ઓલ પેપર ખુબ જ સરળ હતું.
વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં નાણાંકીય બાબતના પ્રશ્નો વધારે પુછાયા :
ધો.12 સામાન્ય પ્રવાહનું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર પાઠ્યપુસ્તક આધારિત પેપર હતું અને સમય કરતા વહેલું પૂરું થાય એ પ્રમાણેનું પેપર હતું. વધારે ઘૂચવણ ભર્યા પ્રશ્નો પૂછવામાં આવ્યા ન હતા. જેથી કરીને વિદ્યાર્થીઓને આ પેપર લખવામાં ખૂબ મજા આવી હતી. નાણાકીય લક્ષી પ્રશ્નો વધારે પૂછવામાં આવ્યા હતા. પેપર લેંધી પણ ન હતું. એકંદરે આ પેપર પણ ખૂબ સરળ રહેતા વિદ્યાર્થીઓને ઘણો આનંદ થયો હતો. રવિ વઢવાણા, એજ્યુકેશન એક્સપર્ટ
ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં વધુ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ માટે લખવું સરળ રહ્યું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે કેમેસ્ટ્રીનું પેપર હતું. જે ખાસ કરીને મોડરેટ રહ્યું હતું. જેમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ભાગ વધારે પૂછવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રો કેમેસ્ટ્રી અને કાઈનેટિક કેમેસ્ટ્રીમાંથી કેટલાક ન્યુમેરિકલ્સ પૂછવામાં આવ્યા હતા. એમસીક્યુની અંદર સમીકરણને પરિવર્તન અને કન્વર્ઝનના પ્રશ્નો વધારે પૂછવામાં આવ્યા હતા. એકંદરે આ પેપર સરળ રહ્યું હતું : સૃષ્ટિ વઢવાણા, એજ્યુકેશન એક્સપર્ટ