Vadodara

વિચિત્ર કિસ્સો : પ્રાઈવેટ પાર્ટમાં મોસ્કિટો લિકવિડ બોટલ નાંખવી ભારે પડી, ફસાઈ જતા સિગ્મોઈડોસ્કોપી કરવી પડી

વડોદરાની ખાનગી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહોંચતા મામલો સામે આવ્યો :

ખાસ સર્જરી કરીને પેટ પર કોઈ પણ પ્રકારના ઓપરેશન ટાંકા વગર મળદ્વાર મારફતે બોટલ બહાર કાઢી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પેટમાં દુ:ખાવા અને ઝાડો નહીં થવાની તકલીફ સાથે આવેલા એક યુવકની સારવારમાં પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નક્કી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

વડોદરા શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 29 વર્ષીય એક યુવાને પેટમાં દુખાવા અને સંડાશ નહીં થવાની તકલીફ સાથે આવ્યો હતો. હાજર તબીબે દર્દીની વધુ વિગતો પૂછતા તેણે પોતાની પત્ની ગર્ભવતી હોવાથી ક્ષણિક સેક્સ સુખ માટે હસ્તમૈથુન અને પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નાખી હોવાનું જણાવ્યું હતું. જે મળદ્વારમાં અંદર જઈને ફસાઈ ગઈ હતી. આગળ તપાસ માટે એક્સરે કરતાં પ્લાસ્ટિક બોટલની સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. જે સંદર્ભે ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક દર્દીને ઇમર્જન્સી સર્જરી માટે લેવામાં આવ્યો હતો. ખાસ સર્જન અને સ્પેશિયાલિસ્ટની ટીમે સિગ્મોઈડોસ્કોપી કરીને પેટ પર કોઈ પણ પ્રકારના ઓપરેશન કે ટાંકા ચિરા વગર મળદ્વાર મારફતે પ્લાસ્ટિકની બોટલ કાઢી હતી. બોટલ ઓલ આઉટ મોસ્કીટો લિક્વિડ હોવાનું સ્પષ્ટ થયું હતું અને તે મળદ્વારથી અંદર જઈ રેકટોસિગ્મોઈડ જંકશન પાસે ફસાઈ ગઈ હતી. ડોક્ટરની ત્વરિત સર્જરીથી દર્દીને હાલમાં ખૂબ જ સારું થયું છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


સર્જરી કરવામાં પોણોથી એક કલાકનો સમય લાગ્યો :

દૂરબીન થી નીચેના મળમાર્ગ થી તપાસ કરીએ એ તપાસની અંદર એનું લોકેશન નક્કી થાય જ્યાં એ બોટલ ફસાઈ ગઈ છે અને કેટલી અંદર ગયેલી છે. ત્યારબાદ અમે સૌથી પહેલા એનો એક્સરે લઈએ જેમાં બહારથી સિચ્યુએશન નક્કી થાય પછી આ સિગ્મોઈડોસ્કોપી સર્જરી કરીએ છીએ. જેમાં બોટલ જ્યાં ફસાઈ હોય એને કાઢવા માટે અમારા અમુક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જેની મદદ વડે મળદ્વાર મારફતે કાઢવામાં આવે. એટલે એમાં કોઈ ટાંકો-ચીરો ના આવે. પેશન્ટને કોઈ પેન ન થાય, અને રિકવરી પણ ખૂબ જ જલ્દી થઈ જાય. પેટ ઉપર કોઈ પણ પ્રકારની વર્કઅપ ના કરવું પડે અને બોટલ અંદરથી નીકળી જાય. આ સર્જરી કરવામાં અમને પોણોથી એક કલાકનો સમય લાગ્યો હતો અને પેશન્ટને એક જ દિવસમાં ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. 21 તારીખે આ ઘટના બની હતી. બીજા દિવસે મંગળવારે સવારે પેશન્ટ આવ્યા હતા અને રાત્રે તેમને રજા આપી દેવામાં આવી હતી. ક્ષણિક સુખ માટે આ બધી વસ્તુઓ હોય છે, પણ કોઈપણ પેશન્ટને આવી કોઈ તકલીફ હોય તો એણે પોતાની દવા-ગોળી ટાઈમસર લઈ લેવી જોઈએ અને આવા કોઈ પણ આવેશમાં આવી જઈને આવું ઊંધું પગલું ભરવું ના જોઈએ : ડો.દિવમ ગાંધી,સર્જન

Most Popular

To Top