જામીન પર મુક્ત થયા બાદ પણ સાગરિતોની ટોળકી બનાવીને આરોપી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાર્કિંગ માંથી વાહનોની ચોરી કરતો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 04
શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતો રીઢો વાહનચોર અગાઉ જામીન પર મુક્ત થયા બાદ પણ પોતાના સાગરિતો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતો હોય પોલીસે રીઢા વાહન ચોરની અટક કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો.
શહેરના ગોત્રી વાસણા ભાયલી રોડ પરના હનુમાનજી મંદિર પાસે આવેલા ડ્રીમ એક્લેવ બિલ્ડિંગના પાર્કિગમાં પાર્ક કરેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર ની સાગરિતો સાથે ચોરી કરનાર વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી તથા એસ.એસ.જી. હોસ્પિટલમાં ટી.બી.વિભાગ, મકરંદ દેસાઈ બિલ્ડિંગ બહાર પાર્કિગમાથી બજાજ પલ્સર મોટરસાયકલ ની ચોરી થયાની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના આધારે પોલીસે શહેરના મકરપુરા,એસ.ટી.ડેપો પાછળ આવેલા કલ્પનાનગરમા રહેતા શિવકુમાર રામમુરત બિંદ ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આ આરોપી જામીન મુક્ત થયા બાદ પણ પોતાના સાગરિતો સાથે મળીને રાત્રે તેમજ દિવસ દરમિયાન શહેરના જાહેર પાર્કિંગ વિસ્તારમાં, સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોની ચોરી કરી બજારમાં નજીવી કિંમતે વેચી દઇ ગુનાઇત પ્રવુતિઓ કરતો હોય શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ની સૂચના મુજબ પાસા હેઠળ ગોત્રી પોલીસે આરોપીને અમદાવાદ ની મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હૂકમ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.