Charotar

વાસદ પાસે નદીમાં બોટ ઉંદી વળતાં ત્રણના મોત

મહીસાગર નદીમાં પાછલાં પકડતાં સમયે બોટ ઉંધી વળી ગઈ

(પ્રતિનિધિ) આણંદ તા.27

આણંદના વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં માછીમારી કરી રહેલાં પિતા – પુત્ર અને ભત્રીજાની બોટ ઉચાનક ઉંધી વળી ગઈ હતી. જેના કારણે ત્રણેયનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, મૃતકના પરિવારજનોએ એક સમયે હોબાળો કર્યો હતો. પરંતુ વાસદ પોલીસે સમજદારીથી કામ લીધું હતું.

વાસદ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં સોમવારના રોજ સવારે માછીમારી કરવા ઉતરેલા નગીનભાઈ ગામેચી (ઉ.વ.42), તેમનો પુત્ર આયુષ (ઉ.વ.9) અને ભત્રીજો મહીર (ઉ.વ.12)નું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. બોટ લઇને નદીમાં માછલાં પકડતાં સમયે અચાનક બોટ ઉંધી વળી ગઈ હતી. જેના કારણે ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. આ દ્રશ્ય નિહાળી આસપાસના લોકોએ નદીમાં કૂદી બચાવવા કોશિષ કરી હતી. પરંતુ ત્રણેયને બચાવી શકાયાં નહતાં. આ ઘટના અંગે વાસદ પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. ડોડીયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, કલાકનો જહેમત બાદ ત્રણેયના મૃતદેહનો બહાર કઢાયાં હતાં. જેમને પોસ્ટમોર્ટમ અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી નગીનભાઈના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યાં હતાં અને આક્રંદ કરી મુક્યું હતું. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top