Vadodara

વાસણા – ભાયલી રોડ ઉપર બિલ્ડીંગ નમી પડતા લોકો ભયના ઓથાર હેઠળ

  • બાજુની સાઈટમાં ખોદકામ કરાતા કોમન દીવાલની માટી ધસી પડી
  • પરિવારો ઘરની બહાર બેસવા મજબૂર બન્યા

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા સિદ્ધી વિનાયક પ્લાઝાની બાજુમાં અન્ય સાઇટનું બાંધકામ ચાલી રહ્યું હતું દરમિયાન બાંધકામ પાયાનું ખોદકામ કરતા ફ્લેટની કોમન દિવાલની માટી ધસી પડી હતી. અને અનેક પરિવારો ભયના ઓથાર હેઠળ ઘરની બહાર બેસવા મજબુર બન્યા છે. વાસણા-ભાયલી રોડ પર સિદ્ધી વિનાયક પ્લાઝા નામના ફ્લેટ્સ આવેલા છે. જેની બાજૂમાં આવેલી જગ્યા પર આશરે દોઢ મહિનાથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. શનિવારે સિદ્ધી વિનાયક ફ્લેટ અને બાંધકામ વાળી જગ્યાની કોમન દિવાલની માટી કેટલીક જગ્યાએથી ધસી પડી હતી. જેના કારણે બિલ્ડીંગ નમી પડી હતી. જેના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરોએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર વિભાગને સવારે સિદ્ધી વિનાયક પ્લાઝાનો સ્બેલ ધરાશાયી થયો હોવાનો કોલ મળ્યો હતો. સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે. જેનું ખોદકામ કરવાના કારણે સ્લેબ ધરાશાયી થયો છે, પાલિકાની નિર્ભયતા શાખાને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. જેઓ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિલ્ડર દ્વારા અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની બાંહેધારી આપવામાં આવી હતી. અને હાલમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે .

Most Popular

To Top