સીટી સુપ્રિટેન્ડ પંકજ થાનાવાલાનું નિવેદન – પાવર રીસ્ટોરેશન માટે 46થી વધુ ટીમો કાર્યરત, વીજ પુરવઠો રાત્રે પૂરતો પુનઃસ્થાપિત થવાની શક્યતા
વડોદરા શહેરમાં આવેલી આકાશી આપત્તિ — વાવાઝોડા સાથે આવેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ સંદર્ભે સીટી સુપ્રિટેન્ડ પંકજ થાનાવાલાએ માહિતી આપતા જણાવ્યું કે, “વડોદરાના કુલ 345 ફીડર પૈકી 147 ફીડર પર વીજ પુરવઠો ખોરવાયો છે.” આ અચાનક પડેલા વિક્ષેપને સુધારવા માટે વહીવટ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પાવર રીસ્ટોરેશન કાર્ય માટે 46થી વધુ ટીમોને તાત્કાલિક કાર્યરત કરવામાં આવી છે. સાથે જ, વીજ પુરવઠો ફરીથી ઝડપથી શરૂ થાય તે માટે શહેરના તમામ વિસ્તારમાં આજે રાત્રિ દરમિયાન સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તંત્ર તરફથી મળેલી વિગતો અનુસાર અત્યાર સુધીમાં ત્રણ વીજ થાંભલાં ધરાશાય થયા છે. તેમની જગ્યા પર નવા થાંભલાં ઉભા કરવા તેમજ વાયરિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જાહેર જનતાને વિનંતી કરાઈ છે કે, કોઇપણ પ્રકારની હટમાળી કર્યા વિના ધૈર્ય રાખે અને તંત્રને સહકાર આપે, જેથી પાણી અને વીજ સાથે સંકળાયેલ હાલાત ઝડપથી સામાન્ય બનાવી શકાય.