Vadodara

વારસિયા વીમા દવાખાનામાંથી કોમ્પ્યુટર તથા મેડિકલ સહિતના સાધનોની ચોરી કરનાર ઝડપાયો

પોપ્યુલર બેકરી પાસેથી કુંભારવાડા પોલીસે આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડયો

(પ્રતિનિધિ) વડોદરા તા. 26

ગત તા. 22 થી 24 માર્ચ દરમિયાન વારસિયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાનામાંથી મેડિકલ તેમજ કોમ્પ્યુટર ને લગતા ઉપકરણો અને નળ- પાઇપની ચોરી અંગેની ફરિયાદ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી સમગ્ર મામલે કુંભારવાડા પોલીસે આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. 22 ની રાતથી 24 માર્ચ દરમિયાન શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાનામાં રજા દરમિયાન તસ્કર દ્વારા ઓપીડી રૂમની બારીનો કાચ તોડી અંદર પ્રવેશીને સર્વર રૂમનું તાળું તોડી તથા ડોક્ટર રૂમ, ઇન્જેક્શન અને નર્સિંગ રૂમ તથા ઓપીડી વિભાગ પાસેથી એમ ચાર સીપીયુ જેની અંદાજે કિંમત રૂ 16,000તથા ઇસીજી મશીન જેની કિંમત રૂ 11,000,નીડલ કટર મશીન જેની કિંમત રૂ 900, બાથરૂમમાંથી નળ અને પાઇપ જેની આશરે કિંમત રૂ 100 તથા ઓટોક્લેવ મશીનના બે ઢાંકણા જેની અંદાજે કિંમત રૂ 1000મળીને આશરે કુલ રૂ 29,000ના મુદામાલ ની ચોરી અંગેની ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો.દિપા જતીનભાઇ શાહ દ્વારા કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી સમગ્ર બનાવ મામલે કુંભારવાડા પોલીસ ઇન્સ્પેકટર એ.જે. પાંડવ, સેકન્ડ પી આઇ બી.આર.ગૌડ ની દોરવણી હેઠળ કુંભારવાડા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોપ્યુલર બેકરી પાસેથી આ ચોરીના ગુનાના આરોપી પ્રકાશ હરીશભાઇ મારવાડી (રહે.વારસીયા વીમા દવાખાના પાછળ ઝૂંપડામાં) ને બાળ કિશોર સાથે ઝડપી પાડી તેની પાસેથી તમામ મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top