Vadodara

વારસિયા વિસ્તારના વયોવૃદ્ધ મહિલાએ ભૂલથી થીનર ગટગટાવી લેતાં સારવાર હેઠળ એસ.એસ.જીમાં ખસેડાયા

વયોવૃદ્ધ મહિલા ભાનમાં હોય તબિયતમાં સુધારો જણાતા રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું

ઘરમાં કલરકામ ચાલતું હતું તે દરમિયાન રસોડામાં પ્લેટફોર્મ પર મૂકેલી બોટલમાં પાણી સમજી પી લીધું હતું

શહેરના વારસિયા વિસ્તારમાં એક મકાનમાં કલરકામ ચાલતું હતું તે દરમિયાન રસોડામાં પ્લેટફોર્મ પર થીનરની બોટલમાં પાણી સમજીને વયોવૃદ્ધ મહિલા પી જતાં તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા તબિયતમાં સુધારો હોય તેમને રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા આરટીઓ સામે રાધિકા ફ્લેટમાં રહેતા ભગવતીબેન શુભ્રાજમલ પુરુષવાણી નામના આશરે 85વર્ષીય વૃધ્ધ મહિલા પોતાના પુત્ર,વહુ, પૌત્ર અને પુત્રવધૂ તથા તેમના દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે તેઓના વારસિયા ખાતે આવેલા મકાનમાં રંગરોગાન નું કામ ચાલતું હોવાથી જૂના રંગને રિમુવ કરવા માટે થીનરની જરૂર હોવાથી થીનર લાવ્યા હતા જે પ્લાસ્ટિક બોટલમાં હતું અને તે બોટલ રસોડામાં પ્લેટફોર્મ પર મૂકેલી હતી તે દરમિયાન જ્યારે બધા લોકો કામમાં વ્યસ્ત હતા ત્યારે ભગવતીબેન નામના વયોવૃદ્ધ મહિલા રસોડામાં ગયા હતા અને ભૂલથી થીનરને પાણી સમજીને ગટગટાવી ગયા હતા જેની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેમને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા તેઓની તબિયતમાં સુધારો હોય તેમને રજા અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, જૂના ઘરે કલરકામ દરમિયાન વયોવૃદ્ધ મહિલા એ ભૂલથી થીનર ગટગટાવી લીધું હતું પરંતુ તેઓને બોટલ અને ઇન્જેક્શન બાદ સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ સ્વસ્થ છે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top