Vadodara

વારસિયામાં બે કારને આગચંપી, ભયનો માહોલ ફેલાવવા કાવતરું


વડોદરા તા.27
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા પોતપોતાની કાર ખુલ્લા પ્લોટમાં પાર્ક કરવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રિના સમયે કેટલાક શખ્સો દ્વારા સ્થાનિક લોકો દ્વારા લાઇનબંધ મૂકવામાં આવેલી કાર પૈકીની બે કારને ટાર્ગેટ કરાઇ હતી અને બે કારને જ સળગાવી દીધી હતી. મોડી રાત્રિના સમયે કારમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા પાણીગેટ તથા ગાજરાવાડીના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગના કારણે બંને કાર બળીને ખાક થઈ ગઈ હતી. જોકે આગ લગાડવામાં આવી હોય વારસિયા પોલીસે આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરાતા કેટલાક મોઢા પર રૂમાલ બાંધેલા શખ્સો કંડારાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં ડરનો માહોલ ફેલાવવા માટે જ કાવતરું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરમાં હાલમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વારસિયા વિસ્તારમાં શહેરની શાંતિમાં પલિતો ચા પવાનો ઘનન પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે વારસિયા વિસ્તારમાં આવેલા સાંઈબાબા નગરમાં આવેલા ખુલ્લા પ્લોટમાં સ્થાનિક લોકો દ્વારા પોતાની કાર લાઇન બંધ પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન 27 નવેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે કોઈ માથાભારે શખ્સો દ્વારા આ લાઇનબંધ મુકેલી કાર પૈકીની બે કારને ટાર્ગેટ કરાઈ હતી અને બંને કારમાં સાથે કોઈ અગમ્ય કારણોસર આગચંપી કરાઈ હતી. થોડીવાર કારમાં બ્લાસ્ટ સાથે
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડી રાત્રિના સમયે ધડાકાનો અવાજ સાંભળી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને બંને કારના માલિક સહિતના સ્થાનિક લોકો તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા. પરંતુ આગે બંને કારને સંપૂર્ણ રીતે બાનમાં લઈ લીધી હતી. જેથી સ્થાનિક લોકો દ્વારા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.

પાણીગેટ તથા ગાજરાવાડી ફાયર ફાઇટરોની ટીમ તત્કાલિક ઘાટ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ આગ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગના કારણે બળી સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડને કારમાં કયા કારણસર આગ લાગી હતી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
પરંતુ સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યા મુજબ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કોઈ અગાઉની અદાવત રાખીને સાંઈબાબા નગરમાં રાખવામાં આવેલી કાર પૈકીને બે કારને સળગાવી દીધી હતી. જેથી વારસિયા પોલીસે આ કાવતરું કરનાર આરોપીઓને પકડવા માટે આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે કારમાં બ્લાસ્ટ થયા બાદ સ્થળ પરથી ત્રણ જેટલા શખ્સ ભાગતા હોય કેમેરામાં કંડારાઈ ગયા હતા. આ લોકો ઓળખાઈ ન જાય તેના માટે મોઢાં પર રૂમાલ બાંધીને આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેથી પોલીસે કેમેરામાં દેખાયેલા શખ્સોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ કારના માલિકોને પણ બોલાવી તેમના પણ નિવેદન લેવાની કાર્યવાહી શરૂ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ડરનો માહોલ ફેલાવવા માટે કાવતરું કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top