Vadodara

વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ છવાઈ,કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે, શહેરમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેર પર વાદળોની ફોજ આવી ચડી છે. તેજ પવનો ફૂંકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. જ્યારે, ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા.

વડોદરા શહેર અને જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને વડોદરાના પૂર્વ પટ્ટીમાં આવેલા તાલુકાઓમાં પણ વરસાદની અસર જોવા મળશે. ત્યારે, શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીંવંત રહે તેવી આગાહી છે. થોડા દિવસો પૂર્વે જ વેસ્ટન ડીસ્ટર્બન્સથી વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડ્યા હતા. ત્યારે, ફરી એક વખત ત્રણ દિવસ બાદ વાતાવરણમાં પલટાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તા. 10 સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો ફરી ઉંચકાય તેવી શક્યતા છે. 12 એપ્રિલ પછી ફરીથી હવામાન સૂકું થઈ જશે.

Most Popular

To Top