વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેવાની શક્યતા
સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 32.4°સે., લઘુત્તમ તાપમાન 17.6°સે. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 37% નોંધાયું
(પ્રતિનિધિ) વડોદરા તા. 20
ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે જેના કારણે વડોદરા શહેરમાં દિવસે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં સામાન્ય થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ 4ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળી રહ્યો છે સાથે જ ગુજરાત નજીકથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ હિમાલયમાં સક્રિય બનતા છેલ્લા બે દિવસથી હિમાલયના પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા શરૂ થઇ છે પરંતુ ગુજરાતમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે.
ગુજરાત નજીકથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે જેના કારણે ઉતરથી દક્ષિણ પૂર્વ તરફના પવનની દિશામાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે.ગુજરાતના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા વડોદરા શહેરમાં દિવસ દરમિયાન ખાસ કરીને બપોરે શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હિમાલયમાં છેલ્લા બે દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતાં બરફવર્ષા શરૂ થઇ છે ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા જોવા મળી રહી છે પરંતુ શું પવનની દિશામાં બદલાવ આવ્યો છે જેના કારણે ઉતરથી દક્ષિણ પૂર્વ દિશામાં બર્ફીલા પવનોને બદલે પૂર્વ થી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂકાઇ રહ્યા છે જેના કારણે હવામાનમાં શુષ્કતા જોવા મળી રહી છે તેના કારણે શહેરીજનોને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થ ઇ રહ્યો છે. ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે મોડી રાતથી વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે જ્યારે સવારે દસ વાગ્યાથી મોડી સાંજ દરમિયાન ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. દિવસ દરમિયાન લોકો ઘરોમાં તથા ઓફિસ વિગેરેએ પંખો ચલાવતા જોવા મળી રહ્યાં છે.
શહેરમાં ગત તારીખ 09મી જાન્યુઆરીના રોજ સૌથી કોલ્ડેસ્ટ ડે તરીકે નોધાયો હતો જે દરમિયાન શહેરમાં લઘુત્તમ તાપમાન 9.2°સે. નોંધાયું હતું જેના કારણે શહેરીજનો ઠૂઠવાયા હતા અને વહેલી સવારે તથા સાંજે વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળ્યું હતું પરંતુ ત્યારબાદ ધીરે ધીરે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો જેના કારણે પવનની દિશા બદલાઇ છે.ઉતરાયણ બાદ હાલમાં કલાક દીઠ 4 થી 7 પ્રતિ કિલોમીટરે પવનની ગતિ જોવા મળી રહી છે પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાતા હવામાન શુષ્ક રહેવા પામ્યું છે જે આગામી સાત દિવસ શુષ્ક રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.જ્યારે આગામી તારીખ 27,28 અને 29મી જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની તથા ઉતર ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે. સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 32.4°સેલ્સિસય , લઘુત્તમ તાપમાન 17.6° સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાનમાં ભેજનું પ્રમાણ 37% જેટલું જોવા મળ્યું હતું. હજી આગામી સાત દિવસ સુધી હવામાનમાં શુષ્કતા જોવા મળે તેવી શક્યતા છે. વાતાવરણમાં અચાનક બદલાવને કારણે ઘણાં લોકોને ઠંડી અને ગરમી એમ બેવડો અનુભવ થતાં ગળામાં દુખાવો, ખાંસી,અવાજ બેસી જવો,શરદી તાવ, માથામાં દુખાવો તથા શરીરમાં દુખાવો પણ અનુભવાઇ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.
