છેલ્લા ત્રણ દિવસથી ભગવાનને સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા છે, ત્યારે આજે સફાઈ કરાવવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલને લોકોએ ભગાડ્યા હતા. સ્થાનિક લોકોએ અહીંથી જતા રો, તમારી કોઈ જરૂર નથી” કામ નતું કર્યું માટે મનીષાબેન વકીલ માથું નીચું કરીને નીકળી ગયા હતા.
શહેરમાં ચોતરફ પૂરે સર્જેલી તબાહીનાં દૃશ્યો સામે આવી રહ્યા છે. આ પૂર કુદરતી નહીં પરંતુ શાસન સર્જિત હોવાની એક દૃઢ માન્યતા સાથે લોકોનો ગુસ્સો જનપ્રતિનિધિઓ સામે ભભૂકી ઉઠયો છે. લોકોના મકાનો અને દુકાનોમાં ઘરવખરી અને માલસામાન પૂરના પાણીમાં ક્યાંક તણાઈ ગયા છે તો ક્યાંક પલળી ગયા છે. લોકો જણાવી રહ્યા છે, પૂર દરમિયાનના વીતેલા ત્રણ દિવસો ક્યારે પણ નહિ ભૂલીએ. અમારી પડખે કોઈ જ આવ્યું નથી. ઘરવખરીને ભારે નુકસાન થયું છે. અમે અમારો સામાન બચાવવાના બદલે જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા. સ્થિતિ અચાનક એટલી વણસી કે લોકોને પાછળ વળીને જોવાનો પણ સમય મળ્યો નથી અને બધું જ છોડી ભાગવું પડ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, વડોદરામાં પૂરના પાણી ઉતરી ગયા એટલે મુશ્કેલીનો અંત આવી ગયો એવું નથી. હવે સાચી મુશ્કેલી શરૂ થશે, ઘરોની સાફ સફાઈ કરવાની. સૌથી મોટી ચેલેન્જ ઘરોમાંથી પાણી હજુ પણ ઓસરવાનું નામ જ લેતા નથી, લોકો મજબૂર છે બેબસ છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે વડોદરાની મુલાકાત લેવાના છે અને અધિકારીઓ સાથે બેઠક કરશે. તમને જણાવી દઈએ કે સરકારના બે મંત્રીઓએ પણ ગઈકાલે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
પાણી ઓસર્યા બાદ ધારાસભ્ય મનીષા વકીલ વડોદરાના હરણી વિસ્તારમાં પહોંચ્યા હતા.
લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો
લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી અને ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો
સ્થાનિક લોકોને ચાર દિવસથી કોઈ મદદ મળી નથી પેહલી વાર આવી સ્થિતિ ઊભી થઈ