Vadodara

વાડીની જગદીશચંદ્ર બોઝ પ્રા.શાળાનું વિશાળ સંકુલ બિલ્ડરને આપી દેવા કારસો રચાયો હોવાના આક્ષેપ

ન.પ્રા.શિક્ષણ સમિતિની જર્જરિત ઈમારતોના નવીનીકરણની કામગીરી ગોકળગતિએ

છ મહિના પૂર્વે શિક્ષણ મંત્રી દ્વારા શાળાઓનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું હતું

( પ્રતિનિધી )વડોદરા,તા.14

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આશરે 12 જેટલી શાળાઓ જર્જરિત બની છે. 52 કરોડના ખર્ચે શાળાઓનું નવીનીકરણ કરવા શિક્ષણમંત્રી દ્વારા કરાયેલા ખાતમુહૂર્તને છ મહિના વીતી ગયા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી. જ્યારે, વાડી વિસ્તારની જગદીશચંદ્ર બોઝ પ્રા.શાળા પીપીપી ધોરણે બિલ્ડરને આપી દેવા કારસો રચાયો હોવાના આક્ષેપ વાલી મંડળના પ્રમુખે કર્યા હતા.

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓ પૈકીની 12 શાળાઓ જર્જરિત થઈ છે. બીજી તરફ વાડી વિસ્તારમાં આવેલી જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનું વિશાળ સંકુલ ખંડેર હાલતમાં જોવા મળ્યું છે. શિક્ષણ સમિતિને વિદ્યાર્થીઓના હિતમાં રસ નથી તેમ વાલી મંડળનું કેહવું છે. આટલી મોટી જગ્યા બિલ્ડરને આપી પીપીપી તરીકે વેચવાનો કારસો ઘડવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વાલી મંડળના પ્રમુખ દિપક પાલકરે જણાવ્યું હતું કે, રામરાજ્ય અને પ્રજા સુખી, કાગળ પર કરોડો રૂપિયાના કામો બતાવવાના ખાત મુહૂર્ત કરવાના પણ એના પછી ફોલોપ કોણ લેશે ? આ મંત્રીઓ છે આજે છે કાલે છે નીકળી જશે પાછા નવા મંત્રીઓ આવશે. એટલે નવું બજેટ પાસ કરશે. વસ્તુ એ છે કે વડોદરા માટે તો અન્યાય થઈ જ રહ્યો છે. જ્યારે પણ કોઈ શિક્ષણ મંત્રી આવે નવું પ્રપોઝલ મૂકે પણ કામ તો થતા નથી, તો પૈસા જાય છે ક્યાં ? હજી આના પૈસા પડ્યા છે, વપરાયા નથી. લોકોના ટેક્સના જ પૈસા છે તો આટલી મોટી જગ્યા છે એને નવીનીકરણ કરો, પણ આ જ વસ્તુ જોઈ રહ્યા છીએ કે, આવનારા દિવસોમાં આ પીપીપી મોડેલમાં નાખીને એક બિલ્ડર દ્વારા કોઈ સ્કીમ ઉભી ના થાય તો નવાઈ નહીં. અમે હંમેશા આવી બાબતે ગંભીર છે. પહેલા પણ ઘણી રજૂઆતો કરેલી છે પણ પ્રમુખ એમનું કામ કરતા હોય ઓલ્ટરનેટીવ સત્તા પર કોણ બેઠેલું છે. એમણે રસ દાખવવો જોઈએ. એમને તો માત્ર રસ આ જગ્યામાં છે. સીટી વિસ્તારમાં આટલી મોટી આ જગ્યા એ કરોડો રૂપિયાની છે. એમની પર નજર છે ગમે તે રીતે અને ખરાબ કરવાની જેમ તેમ રીતે સડી જાય, પડી જાય અને જેટલું વધારે નુકસાન થાય એટલું એમને સારું છે. કારણ કે પછી બતાવતા ફાવે, પછી આખું તોડીને બિલ્ડરોના આપીને આખી મોટી ઈમારતો ઊભી કરવાનું આ એક ષડયંત્ર છે. એટલે આશા અપેક્ષા લોકો પાસે કોઈ રખાય જ નહીં.

ડીમોલેશનની કામગીરી થશે તેમ તેમ નવું કામ શરૂ થશે

મોટાભાગની સ્કૂલોમાં જે ડીમોલેશનનું કામ હતું. જુના બાંધકામ ઉતારવાનું એ શરૂ થઈ ગયું છે. કેટલીક શાળાઓનું કામ પૂર્ણતાને આરે છે. કુલ 16 શાળા માંથી 4માં કામ ચાલુ છે. બાકીની ત્રણેક શાળાઓમાં જુના મકાનો ઉતારવાનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં બધી જ શાળાઓ નવી નિર્માણ થઈ જશે. નવીન બાંધકામના કામો બધી જ શાળાઓના મંજૂર થઈ ગયા છે, પણ જેમ જેમ ડીમોલેશન થશે તેમ તેમ નવીન બાંધકામ શરૂ થઈ જશે.

Most Popular

To Top