Business

વાઘોડીયાના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ

દુનિયામાં આવતા પહેલા જ બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી

વડોદરા, તા. ૧૩

સિકંદરપુરા ગામમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર સવારે પાંચ વાગે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. નાની વયે જ જીવ ટૂંકાવતા દોઢ વર્ષીય દીકરી અને દુનિયામાં ન અવતરેલા અંશે પણ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જોકે આપઘાત કેમ કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા માટે વાઘોડિયા પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી.

વણકરવાસ , સિકંદરપુરા ગામમાં રહેતા મયુરભાઈ વણકર શાળામાં ભણતા બાળકોને લેવા મુકવાનું કામ કરતા હતા. દરરોજ નિત્યક્રમ અનુસાર સવારે પાંચ વાગે ઘરેથી નિકળી જતા હતા. આજ રોજ સવારે પોતાના ઘરેથી નીકળીને પાછા તાત્કાલિક ઘરે આવ્યા હતા અને પોતાના રૂમમાં જઈને રૂમને બંધ કરીને ગળેફાંસો ખાધો હતો. જોકે લાંબા સમય સુધી રૂમની બહાર ન નીકળતા પરિવારજનોએ દરવાજો ખખડાવતા તેને ખોલ્યો ન હતો જોકે આસપાસના  લોકો પણ તાત્કાલિક આવી પહોચીને દરવાજો તોડી નાખ્યો હતો જ્યાં મયુર વણકર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો જેથી તાત્કાલિક વાઘોડિયા પોલીસને બનાવ અંગે જાણ કરતા તેઓ આવી પહોચીને લાશને નીચે ઉતારી હતી અને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.

Most Popular

To Top