બે કલાક સુધી ચાલુ શાળાએ ટ્રસ્ટીઓને બાનમા લિઘા
રોડ પર આડેધડ વાહન પાર્કીંગ સામે પોલીસની કાર્યવાહિ
વાઘોડિયા
શાળાએ લઈ આવતા ખાનગી વાહન ચાલકો અને વાલીઓના વાહન સ્કૂલ પરિસરમા પ્રવેશવા દેવા મુદ્દે હાઈસ્કૂલના સંચાલકો સાથે વાલીઓએ બે કલાક સુઘી હોબાળો મચાવી ટ્રસ્ટીઓને બાનમાં લીધા હતા.
વાઘોડિયા માડોધર રોડ ઊપર હાઇસ્કુલ બહાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈ વાઘોડિયા પોલીસ પ્રશાસન દ્વારા આડેધડ મુખ્ય માર્ગ પર પાર્કિંગ કરતા વાહન ચાલકો અને શાળાએ બાળકોને લઈ આવતા ખાનગી વાહન ચાલકો સામે ટ્રાફિક અડચણ ઊભી કરવા મુદ્દે વાઘોડિયા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતા આજે સવારે ખાનગી વાહન ચાલકો અને વાલીઓ દ્વારા હાઇસ્કુલ પરીસરમા પ્રવેશી વાહનો શાળા પરીસરમા પાર્ક કરવા દેવા માટે હંગામો મચાવ્યો હતો. શાળાએ આવતા બાળકો શાળા સંકુલમા વાહન અકસ્માતનો ભોગ બને નહિ તે માટે ખાનગી વાહન ચાલકો પર શાળાએ પ્રતિબંધ ફરમાવ્યો હતો. તો બીજી તરફ રોડ ઉપર વાહનો આડેઘડ પાર્કિંગ કરનાર સામે ટ્રાફિક વિભાગ અને પોલીસે કડક કાર્યવાહી કરી રહિ છે. તેવામાં પોલીસ કાર્યવાહીથી બચવા માટે વાહન ચાલકો અને વાલીઓએ શાળા પરિસરમાં વાહન મુકવા દેવા માટે ઊગ્ર બની હોબાળો મચાવ્યો હતો. આશરે બે કલાક સુધી ચાલુ શાળા દરમ્યાન પોતાની વાત મનાવવા ટ્રસ્ટી અને શાળાના આચાર્યને બાનમા લીધા હતા. આખરે ટ્રસ્ટીઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે મૌખીક વાત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન શાળા સંચાલકો તરફથી પોલીસ વિભાગને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી.શાળાએ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ત્રણ ગેટ ખોલી બાળકોને શાળા સુઘી છોડવા વાહન ચાલકોને સવલત આપી હતી.પરંતુ ખાનગી વાહન ચાલકોએ શાળામાં જ વાહનો મુકવા માટે અલગ રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે માડોધર રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને અગામી સમયમાં માર્ગ મકાન વિભાગ, વાઘોડિયા નગરપાલિકા, ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ,સાથે વાલીઓ અને શાળા સંચાલકોની એક બેઠક યોજાશે જેમાં ટ્રાફિકને લઈને ઊદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.મહત્વની વાત છે કે વાઘોડિયા માડોધર રોડ પર કેન્સર હોસ્પિટલ લઈ જતા દર્દીઓ અને એમ્બ્યુલન્સો સહિત અનેક વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડે છે આસપાસની સોસાયટીઓમાં પણ વાહનો ખડકી દેવાતા સ્થાનિકો પરેશાન થાય છે ત્યારે આગામી યોજાનાર બેઠકમાં આપ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે
* * અમારે બાળકોને શિક્ષણ આપવાનું કામ છે ટ્રાફિક અંગે વાહન ચાલકો જીતે વિભાગને વિનંતી કરી શકે છે શાળા સંકુલમાં કોઈ પણ વાલી અથવા તો ખાનગી વાહન ચાલક અકસ્માત સર્જે તો તેની માટે જવાબદાર કોણ ? શાળા કેવી રીતે વાલીઓને બાંહેધરી આપી શકે. આગામી સમયમાં વાલીઓના પ્રશ્નો માટે બેઠક યોજાઈ જેતે વિભાગ દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશુ.
રાકેશભાઈ કાશી વાલા ( યુવક એજ્યુકેશન ટ્રસ્ટ)