વડોદરા: વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રવિવારના રોજ ખેલ મહાકુંભ ની ઓલ ગુજરાત જુનિયર અંડર 11 બેડમિન્ટન કોમપીટીશન સરકાર તરફથી રમાડવામાં આવી રહી છે. જેમાં ઓલ ગુજરાત થી બાળકો અને બાળકીઓ રમવા આવ્યા છે. અહી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એસી ચાલુ નથી અને આજે અહી નું તાપમાન 43c છે. બાળકો અને વાલીઓ ખુબ હેરાન પરેશાન થઈ ગયા છે. પ્રશાસનને જાણ કરતા માલૂમ પડ્યું કે AC ચાલુ થતાં હજુ 2 થી 4 દિવસ થઈ શકે છે.જો ac ચાલુ નહિ કરી શકાય એમ હતું તો કોમપિટિશન પોસ્પોન્ડ કરી AC ચાલુ થાય પછી પણ કરી શકાતી હતી .
લગભગ 150 થી 200 અંડર 11 ના ખેલાડી રમવા આવ્યા છે.
સુરતથી આવેલા વાલી પરીક્ષિત ખેંગારે જણાવ્યું હતું કે ખેલાડી 11 વર્ષથી નાના બાળકો હોવાથી એમને આટલી ગરમીમાં રમાડી શકાય નહિ. આવા નાનકડા 150 થી 200 બાળકો છે. સ્ટેમીનામાં રમવા પહેલા જ ઘટાડો આવી જાય પછી શું રમી શકે ભવિષ્યના ખેલાડીઓ? તંત્રે તાત્કાલિક એસી ચાલુ કરવા જોઈએ.