Vadodara

વાઘોડિયા વિસ્તારમાં રાત્રી દરમ્યાન તસ્કરોનો તરખરાટ..

પીપળીયાની મઘુવન ગ્રીન્સમા પ્રિન્સિપાલના ઘરમાંથી સોનાચાંદિના દાગીનાની ચોરી

પરિવાર અગાસી પર સૂતો રહ્યો, ચોરો ઘરમાંથી 1.61 લાખના દાગીના ચોરી ગયા.
ચોમાસા પુર્વે તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી છે.આ વિસ્તારમા એક મહિનામા સતત બીજી વાર તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પીપળીયા ગામે દીપકભાઈ ચતુરભાઈ રાઠવા મોરાંગણા તા. કવાંટ હાલ પીપળીયા ગામ નજીક મધુવન ગ્રીન્સમાં છેલ્લા અઢી મહિનાથી રહે છે. ગજાદરા ગામની સરકારી માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે દીપકભાઈ નોકરી કરે છે .રાત્રે પત્ની અને બાળકો સાથે આગાસીમાં સૂઈ ગયા હતા.સવારે જ્યારે ઉઠ્યા ત્યારે નીચે રૂમની બન્ને તીજોરી ખુલ્લી અને સામાન તેમજ તિજોરીના કપડા વેર વીખેર હાલતમાં પડ્યા હતા.રૂમની બારીની ગ્રીલ તુટેલી હતી જેથી ચોરી થવાનુ જણાતા પત્નીએ પલંગની નીચે બેગમા મુકેલ (૧) સોનાની ડાયમંડ વાળી બુટ્ટી પેન્ડલ ૦૧ જેનુ વજન આશરે (કાનની બુટ્ટીમા ૩૮ નંગ હીરા, પેંડલમા -૧૯ નંગ હીરા તથા સોનુ-૧૪ કેરેટ)કિ.રૂ.૧,૨૪,૨૧૦/- (૨) ચાંદીનુ મંગળસુત્ર નંગ ૦૧ આશરે ૫૪ ગ્રામ જેની કિ.રૂ.૩,૫૫૦/- (૩) ચાંદીના છડા જોડ ૦૧ આશરે ૮૨ ગ્રામ જેની કિ.રૂ.૪,૮૨૦/- (૪) ચાંદીની ઝાંઝરી જોડ-૧ આશરે ૨૩૮ ગ્રામ જેની કિ.રૂ.૧૨,૬૦૦/- (૫) ચાંદીના છડા જોડ-૦૧ વજન આશરે ૧૮૧ ગ્રામ જેની કિ.રૂ. ૮૧,૦૦/-(૬) સોનાનુ પેંડલ નંગ ૦૧ વજન આશરે ૧,૩૭૦ ગ્રામ જેની કિ.રૂ.૪૧૦૦/- (૭) ચાંદીની જુડો નંગ-૧ વજન આશરે ૬૨ ગ્રામ જેની કિ.રૂ.૩૧૫૦/- (૮) ચાંદીનું મંગળસુત્ર નંગ ૦૧ વજન આશરે ૨૪ ગ્રામ જેની કિ.રૂ.૧૨૫૦/- જે કુલ કિ.રૂ.૧,૬૧,૭૮૦/-ની કોઇ ચોર ઇસમ ગ્રીલનો સળીયો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે વાઘોડિયા પોલીસમા દિપકભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top